________________
લેગસ મહાસૂત્ર તાત્પર્ય કે જિન ભગવંતની ભક્તિનિમિત્તે સ્મરણ, વંદન તથા પૂજનની જે કિયા કરવામાં આવે, તે અભિમુખ ભાવે અને ચિત્તના પ્રણિધાનપૂર્વક કરવી જોઈએ.
સ્મરણ–વંદન-પૂજન પછી ગુણાનુવાદ અર્થાત્ સ્તુતિસ્તવનને અધિકાર છે, એટલે સરભૂત સુંદર શબ્દો વડે તેમની સ્તુતિ-સ્તવના કરવી જોઈએ. જો આ સ્તુતિ-સ્તવનામાં પ્રાર્થનાને ભાવ આવે તે અહંત સ્વામી છે અને આપણે તેમના સેવક છીએ, એ વાતનું દઢીકરણ થાય, જે ભક્તિના માર્ગે આગળ વધવામાં ઘણું ઉપગી છે, તેથી હવે પછીની ત્રણ ગાથાઓમાં અહં તેના સ્તવન સાથે પ્રાર્થના પણ ગુંથી લેવામાં આવી છે.
કેટલાક કહે છે કે, “અહંની વીતરાગતા જોતાં જૈનધર્મમાં પ્રાર્થનાને સ્થાન હોઈ શકે નહિ. પ્રાર્થનામાં તે કોઈ પણ વસ્તુ માગવાની હોય છે, અને તે મળે તે જ ભકતને આત્મા રાજી થાય છે, સંતોષ અનુભવે છે; જ્યારે વીતરાગ તે ગમે તેટલી પ્રાર્થના કરવા છતાં પ્રસન્ન થતા નથી કે કોઈ વસ્તુ આપતા નથી, એટલે તેમને પ્રાર્થના કરવી ઉચિત નથી–પરંતુ જૈન ધર્મમાં વીતરાગને પ્રાર્થના થતી આવી છે અને આજે પણ થાય છે, કારણ કે તેમને સાચા હૃદયે. કરેલી પ્રાર્થના કદી નિષ્ફલ જતી નથી, એટલે કે તેનું ફલ આવશ્ય મળે છે. આ ફલ ભક્તિના અતિશયથી મળેલ