________________
ભવ્ય ભક્તિસૂત્ર
૩૧૩
અને પ્રવૃત્તિઓ પર કોઈ જાતના અંકુશ ન હાય, ત્યાં મનને ચેન કર્યાંથી હોય ? આ સ્થિતિમાં તેઓ અનિદ્રા, રકતચાપ (બ્લડપ્રેશર), મીઠીપેશાબ અને હૃદયરોગ જેવા જાલિમ રાગાના ભાગ થઇ પડે છે અને છેવટે ડોકટરોના આપેલા દવાના ડાઝ કે ઇંજેકશના પર જ જીવવું પડે છે. તાપ કે અમર્યાદિત ઈચ્છા એ આજના યુગનુ મેટામાં મારુ દૂષણ છે અને તે લાખા-ક્રોડા મનુષ્યેાના જીવન અરબાદ કરી રહેલ છે, એટલે જેને સુખ-શાંતિ-આનંદ— પ્રસન્નતા જોઈતા હોય તેણે પરિગ્રહપરિમાણ અને સંતોષ તરફ વળવું જોઇએ અને પેાતાના સમયના અમુક ભાગ તા ભગવાનની ભકિત કરવામાં જ ગાળવા જોઈ એ.
એક શ્રીમંત મહેનને બ્લડપ્રેશરની ભારે બિમારી હતી. તેઓ દવા કરીને થાકયા હતા, એવામાં અમારો મેળાપ થયા. અમે તેમની હકીક્ત જાણી અને તેમને રાજ કલાકથી દોઢકલાક શાંત ચિત્તે જિનભગવંતની ભકિત કરવાનું જણાવ્યું. તે માટે અમે કેટલાક વિધિ પણ ખતાન્યે, તેમાં એમને રસ પડયા અને તેમણે જિનભક્તિમાં બેસવાનું ચાલુ કરી દીધું. માત્ર એક મહિનાના આ પ્રયાગથી તેમનું બ્લડપ્રેશર નાલ થઈ ગયું, એટલે કે ઉમરના પ્રમાણમાં જેટલુ જોઈ એ તેટલુ જ રહેવા લાગ્યું અને તેથી તેમને તથા તેમના કુટુંબીજનોને ખૂબ આનંદ થયો. વિધિપૂર્વક જિનભકિત કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, એ બાબતનું અમને એક વધારે પ્રમાણ મળ્યું, તેથી અમે પણ ખુશી થયા.