________________
પ્રકાશકીય
છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે શતાવધાની પડિત શ્રી ધીરજ લાલ ટોકરશી શાહની અધ્યાત્મલક્ષી અનુભવપૂર્ણ તેજસ્વી કુલમથી લખાયેલા આરાધનાવિષયક ગ્રંથા પ્રકટ કરતા રહ્યા છીએ અને તે સારા લેાકાદર પામેલા છે. તેમાંથી કેટલાકની બીજી—ત્રીજી આવૃત્તિ થવા છતાં તે અપ્રાપ્ય બન્યા છે અને તેમ છતાં તેની માગણી ચાલુ રહી છે, પણ તેની નવી આવૃત્તિઓ પ્રકટ કરવાનું અનેક કારણેાસર હાલ શકય નથી, છતાં સ ંયોગો અનુકૂલ થશે, તો એ દિશામાં જરૂર પ્રયત્નશીલ થઈશું.
:
તાજેતરમાં પડિતશ્રીએ · લેગસ મહાસૂત્ર યાને જૈનધ ના ભક્તિવાદ” નામના ગ્રંથ ધણા પરિશ્રમપૂર્વક તૈયાર કર્યાં છે અને તેમાં લાગસસૂત્રના અભાવ-રહસ્ય ઉપર નવા પ્રકાશ પાડવા ઉપરાંત જૈનધર્મના અધ્યાત્મવાદ, તીર્થંકરવાદ, ભક્તિવાદ તેમજ યોગ–મંત્ર-યંત્રવિષયક ખીજી પણ ઉપયાગી માહિતી ગુંથી લીધી છે અને એ ગ્ર ંથને સરલ ભાષા તથા રોચક શૈલિથી સુવાચ્ય બનાવેલા છે. પાંડિતશ્રીની આ ૩૬૩મી કૃતિ છે, તે એમની જીવનભરની સાહિત્યસાધનાના નિર્દેશ કરે છે.
આ ગ્રંથ સ જિજ્ઞાસુજનેાએ વાંચવા–વિચારવા જેવા છે અને તે આરાધક આત્માએ તથા સાધુ-સાધ્વીઓને પણ ખૂબ ઉપયોગી થઈ પડે એવા છે, તેથી તેનું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ તા કાગળ તથા છાપકામની અસહ્ય મોંધવારી જોતાં આ પ્રકાશન હાથ ધરવામાં સકાચ થતા હતા, પણ પૂજ્ય આચાર્યાં, પૂજ્ય : સુનિવરો તથા કેટલાક સહૃદયી સજ્જને અને મિત્રાની પ્રેરણાથી આ