________________
૨૩૦
લોગસ્સ મહાસુત્ર પ્રભાવથી શ્રેય થયું, એટલે તેમનું નામ શ્રેયાંસ પાડવામાં આવ્યું હતું.
વાસુપુજં–પ્રભુ ગર્ભમાં આવ્યા પછી વાસવ એટલે ઈન્દ્ર તેમની માતાની અનેક વાર પૂજા કરી હતી અને તેમનું ગૃહ વસુ એટલે રત્નથી પૂર્ણ કર્યું હતું, એટલે તેમનું નામ વાસુપૂજ્ય પડવામાં આવ્યું હતું.
વિમઢ–પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાનું શરીર અત્યંત નિર્મલ-વિમલ થયું, તેમજ બુદ્ધિ પણ નિર્મલવિમલ થઈ, તેથી તેમનું નામ વિમલ પાડવામાં આવ્યું હતું
મત–ભગવંત ગર્ભમાં આવ્યા પછી શેડા જ સમયે તેમની માતાએ સ્વપ્નમાં રત્નમય અનંત અત્યંત લાંબી માલા જોઈ, તેથી તેમનું નામ અનંત પાડવામાં આવ્યું હતું.
ઘમૅ–ભગવંત ગર્ભમાં આવ્યા પછી તેમની માતા દાન–દયાદિ ધર્મ વિશેષ પ્રમાણમાં કરવા લાગ્યા, તેથી તેમનું નામ ધર્મ પડ્યું હતું.
–પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પછી તે દેશમાં લાંબા વખતથી ચાલતે મરકીને ઉપદ્રવ એકાએક શાંત થઈ ગયે, તેથી તેમનું નામ શાંતિ પાડવામાં આવ્યું હતું.
શ્રી શાંતિનાથ ભગવાન દશમા ભવે મેઘરથ નામના રાજા હતા, તે વખતે જે એક ઘટના બની, તે સાહિત્યમાં અમર થયેલી છે. તેઓ પિષધમાં બેસી ધર્મધ્યાન કરતા હતા, એવામાં ભયથી થરથર ધ્રુજતું એક કબૂતર ત્યાં આવી તેમના મેળામાં બેસી ગયું. તેમણે તેને અભયવચન