________________
- ૧૨
પ્રમુખ બન્યા છે અને ડેપ્યુટી ડીસ્ટ્રીકટ ગવર્નર સુધી પહોંચ્યા છે. તેમના પ્રમુખપદ દરમિયાન તેમણે વિવિધ પ્રકારની સેવા બજાવી છે.
ધોળકા એજ્યુકેશન સોસાયટી મુંબઈને તેઓ વર્ષોથી મંત્રી છે. ધોળકાની બંને કોલેજોને પ્રારંભ કરવામાં અને તેને પૂર્ણ કરવામાં તેમની સેવા નોંધપાત્ર રહી છે. મુંબઈની ઘણી સામાજિકશૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ એક યા બીજી રીતે જોડાયેલા છે અને તેને પિતાની યથાશક્તિ સેવા આપે છે.
શ્રી નમિનાથ જૈન દહેરાસર, શ્રી ઝાલાવાડ મૂર્તિપૂર્વક જૈનસંઘ વગેરેના તેઓ ટ્રસ્ટી છે અને ચિત્રકલા નિદર્શન નામની સંસ્થાના તેએ મંત્રી છે.
ધૂળકામાં શેઠ દામોદરદાસ કરસનદાસ જૈન ભોજનશાળા સ્થાપવામાં, પાલીતાણામાં વિજયારંભા-શ્રમણી વિહાર તથા શેઠ ઘમોદરદાસ કરસનદાસ ધર્મવિહાર તેમજ મુંબઈમાં કાંદીવલી નજીક દામોદરવાડી બાંધવામાં તેમની ઉદારતા નિમિત્તભૂત બની છે.
આટલી મોટી જવાબદારીઓ વહન કરવા છતાં તેઓ નિત્યનિયમ ચૂક્તા નથી. પિતાને પૂજાપાઠ કર્યા પછી જ કામે લાગે છે - અને સહુ સાથે પ્રેમથી વર્તે છે.
શ્રી ચિત્તરંજનભાઈ શ્રીમતી સરલાબહેનથી વિવાહિત થયેલા છે અને વિરલ તથા સચીન નામના બે પુત્રોના પિતા છે. ડો. વિરલભાઈના જીવનસાથી શ્રી પારૂલબહેન સુશિક્ષિત અને સંસ્કારી છે.
શ્રી ચિત્તરંજનભાઈએ સને ૧૯૬રમાં ધંધાના વિકાસ અર્થે વિદેશયાત્રા કરી હતી અને સને ૧૯૬૫માં શ્રી સરલાબહેન તથા પુત્ર વિરલ સાથે જગતને પ્રવાસ પણ કરે છે. મહારાષ્ટ્ર સરકારે તેમને સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની પદવી આપી તેમની સેવાઓની કદર કરેલી છે.
આવી એક વિશિષ્ટ વ્યકિત આ સમારોહના સ્વાગતાધ્યક્ષ તરીકે - સાંપડવા માટે અમે ગૌરવ અનુભવીએ છીએ.