________________
સમારેહના સ્વાગતાધ્યક્ષ શ્રીમાન ચિત્તરંજન દામોદરદાસ શાહ
સૌમ્ય સ્વભાવ, વિશદ વ્યકિતત્વ અને સૌજન્યભર્યા સત્કારથી સહુને પ્રભાવિત કરનાર શ્રીમાન ચિત્તરંજનભાઈ આજે સમાજનું અનેરું આકર્ષણ કરી રહ્યા છે. પિતા દામોદરદાસ કરસનદાસ અને માતા વિજયાબહેનના સુસંસ્કારે તથા સેવાપરાયણતા તેમને વારસામાં મળેલ છે. એકવીસ વર્ષની ઉંમરે બી. એસસી. થયા પછી તેમણે વ્યવસાયમાં ઝંપલાવ્યું અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા જ રહ્યા. જે. ચિત્તરંજન એન્ડ કું., કેમીફાઈન, શાહ એન્ડ મહેતા, જ્યુપિટર એકસપર્ટસ આદિ અનેક પેઢીઓનુ તેઓ કુશલતાભર્યું સંચાલન કરે છે. સને ૧૯૭૫માં તેમણે અંધેરી ખાતે લાખો રૂપિયાના ખર્ચે
બહાર ” નામનું અદ્યતન સિનેમાગૃહ બાંધ્યું અને સને ૧૯૭૬-૭૭માં વલી ખાતે તેનું જોડીદાર “સત્યમ ” નામનું સિનેમાગૃહ તૈયાર કર્યું. હવે તેની નજીકમાં જ “સુંદરમ” અને “સચિનમ્ ” નામનાં બીજા બે સિનેમાગૃહો તૈયાર કર્યા છે. કાંદીવલી પૂર્વમાં ઝાલાવાડ હાઉ સીંગ સોસાયટીના ચેરમેન તરીકે સંસ્થા તરફથી “લાભ પણ નહિ અને નુકશાન પણ નહિ” એ ધરણે ૫૦ ફલેટો બાંધી આપ્યા છે. વલમાં સેન્ચુરી બજાર નજીક “મનીષ કમર્શિયલ સેન્ટર” નામની ભવ્ય ઈમારત પણ તેમનું સર્જન છે. આજે મુંબઈના બીલ્ડરમાં તેમનું નામ ખૂબ જાણીતું છે.
શ્રી ચિત્તરંજનભાઈએ વ્યવસાયના વિકાસની સાથે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સારે રસ લીધો છે. સને ૧૯૬૪માં અંધેરી લાયન્સ કલબના સભ્ય થઈ, જુદા જુદા હોદ્દાઓ ભેગવી.