________________
પરંતુ તે વિચારે સ્મૃતિપટ પર આપણે યાદ કરીએ તે જ આવે છે. પિતાની મેળે તે વિચાર આવે છે તેમ લાગે છે પણ ખરી રીતે તે આપણને વિચાર કરવાની ઘણી ટેવ પડી ગયેલી હોવાથી એમ લાગે છે કે વિચાર કર્યા વિના તેની મેળે જ યાદ આવે છે, પણ તેમ નથી. આપણે યાદ ન કરીએ તો કંઈ જ યાદ ન આવે.
આપણને આપણું જીવનવ્યવહારના અને વિશેષ કરીને જે આપણને વધારે પ્રિય હોય તેના વિચારે વધારે આવે છે. તેનું કારણ એ છે કે આપણે વારંવાર તેવી વાતોને યાદ કરીએ છીએ, કોઈ પણ ધર્મના વિચારે છે તેવા જ બીજા સારા વિચારે તરત આવતા નથી. અરે ! નવકારમંત્રનું સ્મરણ કરવાનું પણ જાગૃત થયા પછી ભૂલી જઈએ છીએ. તેનું કારણ એ જ છે કે તેને આપણે જે વારંવાર યાદ કરીએ તે પછી તેની ટેવ પડી જાય છે. તે પછી તે પણ જરા, જરા વારમાં અને આપણે ધારીએ તે વખતે પણ યાદ આવે છે.
અહીં તમને એમ વિચાર થાય કે ઉઠતાં વેંત બીજા વિચાર થાય તે આપણને શું નુકશાન થાય? આનો ઉત્તર એ છે કે આ પણ વ્યવહારમાં તમે ઘણીવાર કેટલાક માણસને બોલતાં સાંભળો છો કે ભાઈ! આજ અમુક માણસનું મોઢું જોયું હતું કે નામ લીધું હતું તેથી આ દિવસ આનંદમાં ગયે હતે. અને અમુક લાભ પણ થયો હતે.
આ વાત તદ્દન કાઢી નાખવા જેવી નથી. ઉઠતાં વેંત આ પણ સારા-નારા માણસનું મોઢું જોયું હોય કે નામ લીધું હોય તે આપણી તેવી સારી કે નઠારી ભાવના બંધાય છે. અને તે ભાવનાના પ્રમાણમાં આપણું મન મજબૂત કે નબળું થાય છે. અથવા પવિત્ર