________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય શકે છે. જેને વખત ઓછા મળતો હોય, તેઓ હાલતાં, ચાલતાં, સૂતાં-બેસતાં, અને કામકાજ કરતાં પણ પ્રભુસ્મરણ કરી શકે છે. વસ્ત્ર કે શરીર શુદ્ધિ ન હોય તે પણ હોઠ ન ચાલે તેમ મનમાં જાપ કરવામાં વાંધો નથી. ચાલવાનું કામ પગ કરે છે, તે વખતે પણ મનને જાપના કામમાં જોડવામાં આવે તે જપ થઈ શકે છે. રેલવેમાં કે વાહનમાં મુસાફરી કરતા હો, ત્યારે પણ તમે ત્યાં બેઠાં, બેઠાં જાપ મનેમન કરી શકે છે પથારીમાં સૂતાં સૂતાં પણ નિદ્રા ન આવે ત્યાં સુધી જાપ કરી શકાય છે, અને તે જાપ કરતાં નિદ્રા આવી જાય તો સ્વપ્નાં સારાં આવે છે. મતલબ કે ગમે તે વખતે અને ગમે તે સ્થળે રહીને જાપ કરવામાં વાંધો નથી. મનુષ્યનું આયુષ્ય તે ગમે તે પ્રકારે પૂરું થવાનું જ છે, પણ પિતાના જીવનમાં એકાદ મહત્ત્વનું કાર્ય કર્યું હોય તે ભાવી જિંદગી સુખી બને છે. વ્યવહારનાં કઈ પણ કાર્ય કરતાં પરમાત્માનું નામ ન ભૂલાય, સર્વ હાલતમાં અને હરદમ પ્રભુનું સ્મરણ ચાલુ રહે, આવી સ્થિતિ મનુષ્ય આ જીવનમાં પ્રાપ્ત કરે તે તેણે મનુષ્યજીવનમાં આવીને સારી કમાણી કરી ગણાય અને તેને જન્મ સફળ થયો કહેવાય.
જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પિતાનું લક્ષ પરિણમી રહે તે જાપ ઉત્તમ છે. આ જાપ “ અહ નમઃ' – આ પાંચ અક્ષરને છે. આનો અર્થ આ પ્રમાણે છે : ૩ૐકારમાં પંચ પરમેષ્ઠિનો સમાવેશ થાય છે. પંચ પરમેષ્ટિ એ આત્માને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિની પાંચ ભૂમિકા છે. તે દરેકને પ્રથમ અક્ષર લઈને કાર બનેલ છે.