________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
શક્તિ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આચાર્ય પદવી પ્રાપ્ત કરે છે. ત્યારબાદ અરિહંતની પદવી પ્રાપ્ત કરે છે, ત્યારબાદ સિદ્ધિની પદવી પ્રાપ્ત કરે છે. એમ અનુક્રમે દ્રવ્ય અને ભાવથી પંચ પરમેષ્ટિપણું આત્મા પ્રાપ્ત કરે છે. અરિહંત પ્રભુના બાર ગુણ છે, સિદ્ધ પ્રભુના આઠ ગુણ છે, આચાર્યજીના છત્રીસ ગુણ છે, ઉપાધ્યાયના પચ્ચીસ ગુણ છે, સાધુજીના સત્તાવીસ ગુણ છે. સિદ્ધિ પરમે છે શરીર રહિત અશરીરિ છે. બાકીના ચાર પરમેષ્ઠિ શરીર સહિત હોય છે. સિદ્ધ પ્રભુ લેકના અગ્રભાગે બિરાજમાન હોય છે. બાકીના ચાર પરમેષ્ટિ તિથ્થલેકમાં હોય છે. વ્યવહાર અને નિશ્ચયથી પંચપરમેષ્ઠિનું સ્વરૂપ સમજી જે જી આરાધના કરશે, તેઓ સાધના કરતાં, કરતાં, અંતે સિદ્ધ પરમાત્મા બને છે.
પ્રકરણ
૩કાર વિજ્ઞાન પરમાત્માનું સ્મરણ કરવાથી આત્મા નિર્મળ બને છે. અને વિશેષ પ્રકારે ઉચ્ચ પ્રકારનું પુણ્ય બંધાય છે. ઉત્તરોત્તર જીવ આગળ વધતું જાય છે.
આ પરમાત્માના નામનું સ્મરણ ગરીબ અને શ્રીમંત, બળ, યુવાન અને વૃદ્ધ, સુખ અને દુઃખી દરેક જ કરી