________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ધ્યાનથી પ્રગટ થાય છે, આત્મા વિભાવને ત્યાગી સ્વભાવમાં રમણતા કરે છે ત્યારે પરમેષ્ઠિ થાય છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તેનું પ્રથમ તેને ભાન થવું જોઈએ. પિતાના સ્વરૂપમાં પરિપૂર્ણ પરમાત્મપણું રહ્યું છે એમ જણાય, ત્યારે આત્મા કૃતકૃત્ય થાય છે. પોતાનું પરમાત્માપણું ઓળખવાથી આનંદને પાર રહેતો નથી. પંચપરમેષ્ઠિપણું પણ મારા આત્મામાં રહેલું છે, એમ નિશ્ચય થવાથી દીનભાવ છૂટી જાય છે અને “હું પરમેષ્ઠિા. છું” એવી ભાવનાએ અંતરમાં ર્યા કરે છે.
પિતાના સ્વરૂપની ભાવનાને પ્રકાશ થતાં બાહ્ય ભાવનાઓ સ્વયમેવ નાશ પામે છે. અનેક પ્રકારની બાહિરમાં કર્મ જનિત વિચિત્રાવસ્થા હેવા છતાં પિતામાં પરમેષ્ટિ પણ છે, પિતાને આત્મા પરમેષ્ટિ સમાન છે એવી ધારણા રહ્યા કરે છે. બાહ્ય ભાવમાં હર્ષ અને શેકના કારણે ઉપસ્થિત થતાં પણ પિતાને પરમેષ્ટિરૂપ જાણીને તે, તે ભાવમાં હવે તે લપાતો નથી.
શિષ્યનો પ્રશ્ન–હે ગુરુદેવ! આપ કહે છે કે, આત્મા પિતે પરમેષ્ઠિ છે અને પિતાને પરમેષ્ઠિ ધાર્યાથી લેપતે નથી. એમ કહ્યું–પણ પ્રશ્ન થાય છે કે પોતે પરમેષ્ટિ છે એમ ધાર્યાથી શું પિતાનું પરમેષ્ટિપણું પ્રગટ થતું હશે?
ગુરુરાજ–હે વિનિત શિષ્ય ! સ્થિર મનથી શ્રવણ કર. આત્મા પિતે પરમેષ્ટિ છે એમ ભાન થવાથી આત્મા બહિરદષ્ટિથી દેહાભિમાન ધારણ કરતો હતો તે અભિમાન નાશ પામે છે. વિભાવ એ મારું સ્વરૂપ નથી, હું જડ સ્વરૂપ નથી, હું ચેતન સ્વરૂપ છું. એવું ભેદજ્ઞાન પ્રગટ થતાં જડ વસ્તુના