________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મુખ્ય વસ્તુ એ છે કે અટલ શ્રદ્ધા જોઈએ.
શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નવકારનું સ્મરણ કરતા રહેવાથી, અજાણપણે હૃદયની શુદ્ધિ થતી જ જાય છે.
જ્ઞાનીઓ કહે છે કે, શ્રદ્ધાપૂર્વક પરમેષિઓનું સ્મરણ કરતા રહે. એનાથી તમારા પાપ તે નષ્ટ થશે જ. વધુમાં, પરમાત્માને એ પવિત્ર સાનિધ્યથી તમારું સમગ્ર જીવન મંગળમય બની જશે.
આત્મદર્શનને આ સુલભ ઉપાય છે : શ્વાસોચ્છવાસ સાથે, નિરંતર, અંતઃકરણમાં મૌનપૂર્વક, તન્મય થઈને નવકાર જપતા જ રહે છે. દુષ્કર ચિત્ત નિરોધ સહેજે થઈ જશે.
હૃદયમંદિરમાં બિરાજતા આત્મદેવ દર્શન આપશે, “હું આ દેહ એ અજ્ઞાન–પડળ દૂર થઈ નવી જ જીવનદષ્ટિ તમને લાધશે, ને અહીં જ મુક્તસુખ ચાખશે.
પંચપરમેષ્ઠિનું આધ્યાત્મિક સ્વરૂપ આત્માની અંદર જ પંચપરમેષ્ટિપણું રહ્યું છે. આત્મા જ અરિહંત” રૂપ થાય છે. આત્મા જ “સિદ્ધ” રૂપ થાય છે. આત્મા જ “આચાર્ય' રૂપ થાય છે. આત્મા જ “ઉપાધ્યાય રૂપ થાય છે. આત્મા જ “સાધુ” રૂપ બને છે. “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ' એ પણ આત્માના ગુણે છે, નવપદની લક્ષ્મી પણ આત્મામાં જ રહેલી છે, જ્યારે પણ નવપદને પ્રકાશ થશે ત્યારે આત્મામાંથી જ થશે. પંચપરમેષ્ઠીપણું પણ આત્માના