________________
૩૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય હેય પણ ઉખર ભૂમિમાં એનાથી પાક ન નીપજે તે એમાં બીજને વાંક નથી કઢાતો, તો મલિન ચિત્તવૃત્તિઓથી ભરેલ મને ભૂમિમાં નવકાર રૂપ બીજ ફળ ન દેખાડે છે તેમાં વાંક કેને? ખેડૂતે કાળી જમીનનું મૂલ્ય અમચ્છુ નથી આંકતા, સારા પાક માટે જમીન એ એક જબરું સહકારી કારણ છે. ૩. અરિહંતદેવનું માનસ સાનિધ્ય.
મંત્ર વિશારદે માને છે કે કેઈપણુ મંત્રમાં રહેલી શક્તિને જાગૃત કરવા મંત્ર ચૈતન્યને સ્કુરિત કરવા માટે ઈષ્ટદેવને અભિમુખ થવું આવશ્યક છે. નામસ્મરણથી સાધકનું મન ઈષ્ટદેવને અભિમુખ બને છે. મંત્ર સિદ્ધિ માટે, પ્રથમ, અમુક સંખ્યાન જાપ–“પુરચરણ કરવાનું વિધાન મંત્ર સાધનામાં આ હેતુથી જ કરવામાં આવ્યું હોય એમ સમજાય છે.
અરિહંત પરમાત્માના સતત રટણથી-એમના નામના સતત જાપથી સાધકનું મન એમના તરફ પ્રવાહિત બન છે, એમ થતાં અરિહંત પરમાત્માના ગુણે સાધક તરફ વહેવા માંડે છે, તેથી સાધકની જીવન શુદ્ધિ દિન પ્રતિદિન વધતી જાય છે. માનસશાસ્ત્રને અટલ નિયમ છે કે જે જેવું ચિંતન કરે છે તે રૂપ તે બને છે. ભાવના શક્તિમાં અદ્દભુત સામર્થ્ય છે, જે જેવી ભાવના ભાવે છે તે તદરૂપ બને છે. વિચારશકિત, ભાવનાશક્તિ, સંકલ્પશકિત આ સર્વ શક્તિઓમાં પ્રબળ બળ છે કે જે વડે સાધક તે, તે ગુણોને અપનાવી પિતે તે ગુણ સ્વરૂપ બને છે. મંત્ર જપમાં ઉપરોક્ત વિચારાદિ શક્તિઓ કાર્ય કરી રહેલા રહેવાથી સાધકમાં ગુણેના આવિર્ભાવ થાય તેમાં કઈ આશ્ચર્ય નથી.