________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
૩૧
અન્ય સંકલ્પ-વિકલ્પા એને આછા રહે છે. અંતરમાં રહેલ જરાથી, જીણુ તાથી, મ્લાનતાથી અને મૃત્યુથી પર તત્ત્વ સાથે તેનું અનુસંધાન વધતું જાય છે, જેના ફળ સ્વરૂપે સાધક પાતાના કકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠતા જાય છે. એ રીતે ક્રમશઃ તેનામાં આત્મદનની ચેાગ્યતા વિકસતી જાય છે. એ સાધકનું જીવન ઉત્તરાત્તર અધિક વિકાસગામી બનાવી નવકાર તેને તેના ઈષ્ટ-મેાક્ષની પ્રાપ્તિ કરાવે છે.
વચગાળામાં એના સાધકને ભૌતિક લાભા પણ મળે છે. એનું કારણ એ છે કે સતત પરમાત્મ-સ્મરણથી પાપકર્મ ના હાસ થાય છે. અર્થાત્ પાપકમની શક્તિ (સ્થિતિ અને રસ) ઘટી જાય છે, તે નિવીય અને છે અને પુણ્ય ક્રમ સબળ અને છે; પરિણામે વિપત્તિ ટળી જાય છે, સંપત્તિ આવી મળે છે.
"
એસે પંચ નમુક્કારો સબ્વે પાવણુાસણા' એ ધરપત જ્ઞાનીએએ આપેલ જ છે. વિપત્તિ પાષ કમથી જ આવે છે. જેનાં પાપ નાશ પામ્યાં તેની વિપત્તિ, સવારે તડકો નીકળતાં અદૃશ્ય થઈ જતાં ઝાકળનાં બિંદુની જેમ આગળી જાય એમાં કંઈ નવાઈ નથી. પણુ એ વખતે સાધકે એ સ્મરણમાં રાખવું કે દુઃખ એ વીછીનેા ડંખ દે અને સુખ એ સપને દંશ છે. એમાં આંખમાં ઊંઘ સહેલાઈથી ઘેરાય છે. જાગૃત રહેવા માટે માણસે મહેનત કરવી પડે છે, તેમ સુખમાં મેાહના હલ્લા સામે વધુ સાવધ રહેવું આવશ્યક બને છે. ધન, સત્તા, સામાજિક પ્રતિષ્ઠા કીતિ કે ભેગ સુખની તૃષ્ણા ચિત્ત ઉપર કબજો ન જમાવે અને નમસ્કારમંત્રના જાપ ઉપરની પેાતાની