________________
૩૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સફાઈ કરી આપે છે, અને થોડીક સેકડેમાં પાણીને ગરમ કરી દે છે. પાર્થિવ જગતમાં દવનિતરંગોની આટલી અસર હેય, તે શું એ સંભવિત નથી કે સતત જાપ કરનાર વ્યકિતના શરીરમાં અને તેની આજુબાજુના વાયુ મંડળમાં જપના ધ્વનિ તરંગો કઈક સૂક્ષમ અસરે જન્માવે અને સાધકના નાડીતંત્ર અને સૂક્ષ્મ શરીર ઉપર અસર કરી તેના ચિત્તમાં પરિવર્તન આણી શકે? જપથી બુદ્ધિ સૂકમ બને છે, તેથી સાધક મેહને ઓળખી લે છે અને ધર્મને સમજી શકે છે.
જ નિયત સમયે, જપના ધ્વનિમાં ઉપયોગ (ભાન) જેડી દઈ, જપ કરવાથી ચિત્તની ચંચળતા શીધ્ર ઘટે છે અને એકાગ્રતા વધે છે. જપ કરતી વખતે, પરમેષ્ઠીઓના ગુણેના કે બીજા કોઈ ચિંતનમાં પડ્યા વિના, માત્ર જપના દવનિમાં જ લક્ષ આપી જાપ કરવો. એથી ચિત્ત એકાગ્ર થઈ જપમાં પરેવાશે. આને અભ્યાસ વધતાં આપોઆપ માનસિક જપ થવા માંડશે.
હાલતાં ચાલતાં, ઊઠતાં, બેસતાં મનને અરિહંત પરમાત્માનું સમરણ કરવાની ટેવ પાડી હોય તે ચિત્ત વધુ ને વધુ અંતર્મુખ બનતું જાય છે. મન જ્યારે સ્વયં અંતમુખ રહેવા લાગે છે ત્યારે તેની અશુદ્ધિઓ-ઈર્ષ્યા, અસૂયા, તિરસ્કાર, ઘણા, ક્રોધ, મદ, તૃષ્ણ, ભેગની તીવ્ર આસક્તિગૃદ્ધિ વગેરે દૂર થતા જાય છે; સાધક નમ્ર, નિર્દભ અને નિરીહ (ઈચ્છારહિત) બનતો -જાય છે અને એનું ચિત્ત શાંત, સ્થિર થતું જાય છે.