________________
૧૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ગુણગાન ગાવામાં કદી પણ એમણે થાક અનુભવ્યું નથી અને જે રીતે જગતના જીવને આ નમસ્કારની ક્રિયા પ્રત્યે રૂચિ, પ્રેમ અને આદર પ્રગટે તે રીતે કરવા અથાગ પ્રયત્ન પણ સેવ્યો છે.
શ્રી સિદ્ધસેનાચાર્ય વિરચિત શ્રી નમસ્કાર મહામ્યમાં આ નમસ્કારની ક્રિયાને પુણ્યરૂપી શરીરને જન્મ આપનારી મા ની ઉપમા આપી છે. માતા જેમ બાહ્ય શરીરને જન્મ આપે છે, તેમ નરસ્કાર રૂપી માતા પુણ્ય રૂપી શરીરને ઉત્પન્ન કરે છે. નમસ્કારની ક્રિયા વિના પુણ્ય રૂપી શરીર ઉત્પન્ન થઈ શકતું નથી. અને પુણ્ય રૂપે શરીરની હયાતી વિના બાહ્ય શરીરની કે કેઈપણ સામગ્રીની સફળતા થઈ શકતી નથી, અર્થાત્ બાહ્ય શરીરાદિ સાધન લાભદાયક બનતાં નથી, પણ ઊલટાં અનેક રીતે હાનિકારક બને છે.
વળી બાહ્ય શરીરમાં પણ નીરોગીતા દીર્ધાયુ, સુંદરતા, નિર્દોષતા, આદેયતા, સુદર શરીર ધારી બધાને પ્યારે લાગે) લાઘનીયતા, (પ્રશંશા પાત્ર, વખાણલાયક) સહૃદયતા, સૌમ્યતાદિ ગુણે અંદરના પુણ્ય રૂપી શરીરની હયાતી વિના પ્રાપ્ત થઈ શકતા નથી. શરીરની નિર્દોષતા, સ્વભાવની નિર્મળતા અને બાહ્ય અશ્વયં પુણ્ય રૂપી આંતરિક શરીરનાં મૂર્ત પ્રતીક છે. એક કારણ છે અને બીજું કાર્ય છે. એક જ માતાના ઉદરમાંથી જન્મેલાં બે બાળકના સ્વભાવ, બળ, બુદ્ધિ, વૈભવ, આરોગ્ય અને અભિરુચિમાં (શેખ, પ્રીતિ) ફરક હોય છે, તેનું કોઈ ચોક્કસ આંતરિક કારણ માનવું જ જોઈએ. અને તે જે છે તે જ પુણ્ય