________________
મંત્રવિદ્યાના પ્રભાવ
૨૯
અને તુષ્ણાવતીને ખાઈ ગયા. સુખભાગની લાલસાવશ તે નરકમાં ગઈ. માનવ કેવા-કેવા સુખાની લાલસા કરે છે અને તેને વશ થઈ કેવા ભયંકર પાપા આચરે છે? પરંતુ તે અજ્ઞાની જીવ જાણતા નથી કે, આ જીવન તેા નશ્વર છે. તેના માટે હું આવા ઘાર પાતક શા માટે કરું? સુખ ભાગવ્યા વિના સુખની લાલશાવશ પાપ કરીને તૃષ્ણાવતી નરકમાં ગઈ અને મુનિ ધનને મેહુ ત્યાગી, સંસારને પણ ત્યાગી સાધુ ધર્મ અંગીકાર કરી પ્રભુધ્યાનમાં લીન બની મૃત્યુ પામી સ્વર્ગના સુખના ભેાક્તા અન્યા અને પછી મેાક્ષસુખના ભોકતા બનશે. આ દૃષ્ટાંત પર હૈ વાચકખંધુ ! સુખને સાચા રાજમાગ કર્યેા છે, તે નક્કી કરીને તને જે ચેગ્ય લાગે તે માગે ચાલજે. શ્રેયના અને પ્રેયના બન્ને માર્ગ આ દૃષ્ટાંતમાં વણુ વેલા છે. જે તને ચેાગ્ય લાગે તે માગે ચાલીને સુખી અથવા દુઃખી બનવુ. સ્વાધીન છે. જો તારામાં વિવેક હશે તેા જરૂર તું અમરકુમારની જેમ શ્રેયના માર્ગ જ સ્વીકારીશ.
॥ સુજ્ઞેયુ કિં અહુનામ્ ॥