________________
ર૭૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પુત્ર જીવિત રહેલ છે તેથી રાજાએ મને જે ધન આપેલ છે તે પાછું લઈ જશે. માટે એ કેઈ ઉપાય કરવું જોઈએ કે ધન રાજા લઈ ન જાય. વિચાર કરતા તેને ઉપાય સૂઝયો કે પુત્ર સ્મશાનમાં ઊભે છે તેનું માથું કાપી નાખું તો રાજા ધન માંગશે તે હું પુત્ર માંગીશ અને તે પુત્ર નહિ આપી શકે ! અને ધન મારી પાસે રહેશે, તેના વડે હું સુખભેગ કરી શકીશ.
કેવી છે આ સુખ લાલસા? માનવને રાક્ષસ બનાવે છે. અને રાક્ષસીવૃત્તિને આધીન થઈ ખુદ પિતાના પુત્રની જ હત્યા કરવા માતા તૈયાર થાય છે. તેથી જ જ્ઞાનીજને વદે છે કે આ સુખની લાલસા જ બધા પાપની જન્મદાતા છે. તૃષ્ણાવતી રાત્રીના બાર વાગે હાથમાં તલવાર લઈને પુત્રને મારવા માટે ચાલી. ઘરના બધા માણસો સૂઈ ગયા હતા તેમને આ વાતની કંઈ જ ખબર ન હતી.
તે તૃષ્ણાવતી મનમાં અનેક મને રથ કરતી અને આવી મધ્યરાત્રીમાં એકલી નિર્ભયતાથી ચાલીને સ્મશાન ભૂમિમાં આવી. ત્યાં અમરમુનિ નમસ્કારમંત્રમાં લીન બનીને આત્માનંદને માણી રહ્યા હતા, ત્યારે માતા દુર્ણ બુદ્ધિને વશ થઈ, સુખભોગેચ્છાથી
પુત્રને મારવા ત્યાં આવી છે. તેણે નિર્દયપણે ધ્યાનસ્થ મુનિના » મસ્તક પર તલવાર મારીને ધડ અને મસ્તક જુદા કરી દીધા.
અને હર્ષવિભોર બની અનેક પ્રકારના સુખ ભોગવવાનો મને રથ કરતી નિર્ભયપણ વેરાણ જંગલમાં મધ્યરાત્રીએ ચાલી જતી હતી, ત્યાં જ અચાનક વનમાંથી એક ભયંકર સિંહ આવે