________________
ટાઈટલના ચિત્રને પરિચય
અમરકુમારની કથા મગધ દેશમાં રાજગૃહી નગરી હતી. ત્યાં શ્રેણક નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજ્ય ઘણું વિશાળ હતું. સમગ્ર મગધનું તે પાટનગર હતું.
સમગ્ર મગધ દેશને રાજવી કોણીક હતો. તેની સમૃદ્ધિ અપાર હતી પરંતુ જીવની તૃષ્ણ તેથી અપાર હોવાથી તે તૃપ્ત થતી નહતી. આમ લેવાથી શ્રેણુક રાજાને મહેલે અનેક હેવા છતાં તૃષ્ણાવશાત્ એક નવીન અપ-ટુ-ડેટ મહેલ બનાવવાને વિચાર થયો. પૂર્ણ પુર્યોદયથી સાધન-સામગ્રી મળેલ હતી જ. પછી ઈચ્છા પ્રમાણે કાર્ય થવામાં વિલંબ શા માટે થાય? તરત જ રાજાએ પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરવા માટે કારીગરોને બોલાવી કામની શરૂઆત કરાવી. કામ શરૂ થયું. હજારે કારીગરે કામ કરવા લાગ્યા. પરંતુ ત્યાં એક આશ્ચર્યકારી બનાવ બન્યા. તે પ્રસાદ શેડ તૈયાર થાય અને રાત્રિ કાળે તે જમીનદોસ્ત થઈ જાય. ફરી બીજે દિવસે કામ શરૂ કરે અને રાત્રિ સમયે તે જ હાલ થાય. આમ છ માસ સુધી કાર્ય કર્યું, પરંતુ કામ આગળ વધી જ ન શકે. હવે શું કરવું? આમ છ-છ મહિના સુધી કામ પાર ન પડયું; છતાં રાજાને નવીન મહેલ બનાવવાનો મેહ દૂર થયે નહિ. તેની ઈચ્છા તે તેથી પણ પ્રબળ થઈ અને ગમે તે ભોગે પ્રસાદ બનાવવો જ, એવું તેણે નક્કી કર્યું. તેથી રાજાએ જ્યોતિષ-જેનાર પંડિતોને બેલાવીને પૂછયું કે, “આ પ્રસાદ રાત્રિના સમયે કેમ પડી જાય છે?”