________________
મંત્રવિદ્યાનો પ્રભાવ
૨૬૯ દંશ આપે એમાં તમારી શેભા નથી. જ્યાંથી આવ્યા છે ત્યાંપાછા ચાલ્યા જાવ - અને પળવારમાં નાગ ખંડમાં એક ચક્કર લગાવીને બહાર નીકળી ગયા. - લક્ષ્મીનારાયણે સરલા ભણું જોઈને કહ્યું, “હવે તું મારી તાકાત જે.” આમ કહીને સરલાને પતિ પંકજ જે શીશી લાવ્યું હતું, એમાં મંત્રોચ્ચાર કરતાં કરતાં લક્ષ્મીનારાયણે પાણીનાં ટીપાં નાખ્યાં. પણ પાણીમાં જેવું ટીપું નાખે છે ત્યાં તો. સરલા ચીસ પાડીને બોલી ઊઠી : “અરે ! એવું ન કરશે ! મને. એવું ન કરશે !”
લક્ષ્મીનારાયણે પાંચ વખત શીશીમાં પાણીનાં શેડાં ટીપાં નાખ્યા અને દરેક વખતે સરલા ચીસ પાડી ઉઠતી હતી, પણ લક્ષમીનારાયણે ચીસ પાડતી સરલા ભણી કેઈ ધ્યાન ન આપ્યું. છેલ્લે સરલા બેભાન થઈને પલંગ પર ઢળી પડી. ડો. બાજપેયીને મનમાં એવી શંકા હતી કે સરલા મૃત્યુ પામી છે. આથી જ એમણે લક્ષ્મીનારાયણને રોકી રાખ્યા. એ પછી એમણે બેહેશ સરલાની નાડી તપાસી, હૃદયની ગતિ માપી જોયું તે બધું જ બરાબર હતું.
મુખ પર હળવા હાસ્ય સાથે લફમીનારાયણે કહ્યું, “ડોકટર! ભારતીય ઔષધિ વિજ્ઞાનમાં આધ્યાત્મિક તથ્થસ્થાનની પણ અપેક્ષા રાખવામાં આવી છે. આ છે મંત્રશક્તિને ચમત્કાર શ્રદ્ધાપૂર્વક અનુભવ કરવાને છે.”