________________
મત્રવિદ્યાને પ્રભાવ
૨૪૩ કસાઈએ જામબાપુ પાસે પહોંચ્યા. ન્યાય માટે ધા નાંખી. બાપુ પણ ગુસ્સે થયા. એકેએક વણિકના ઘરની જડતી લેવાને હુકમ કર્યો. ઘેડા સંઘરનારને પકડી લાવવા ફરમાન કર્યું. રાજસેવકે અને સિપાઈએ તપાસ કરવા લાગ્યા. બધેથી એક જ જવાબ મળે, “અમે કઈ જાણતા નથી. તમને મુદ્દામાલ મળે, ત્યાંથી શોધી લે.”
રાજસેવકો અને સિપાઈઓએ બધા ઘરની અને જગાએની જડતી લીધી. નિરાશ થઈને પાછા ફર્યા. કયાંય ઘોડા મળ્યા નહીં.
બાપુએ કહ્યું, “કયાંક બીજે છૂપાવ્યા હશે, આખા નગરમાં તપાસ કરે. આપણું ચેકિયાતોને પૂછે કે તેમણે ઘેડાઓને જતા-આવતા જોયા છે ખરા?”
આજ્ઞાને અમલ થશે, પરંતુ પરિણામ એ જ આવ્યું. જામબાપુને લાગ્યું કે જરૂર આમાં કંઈ કરામત છે. એમણે મહાજન ભેગું કર્યું અને કહ્યું.
‘તમારી લાગણી હું સમજું છું. તમે ઘેડા વાળ્યા હોય તે તમારો ગુને માફ છે. હવે એ ઘેડ કસાઈને ત્યાં નહીં જાય, એની ખાતરી રાખજે. પણ એ ઘોડા કયાં છે એ મને બતાવો.”
આગેવાને યતિજી પાસે ગયા, સહુ નજીકના ડેલામાં ગયા. જોયું તે અઢારે ઘેડા બાંધેલા હતા!