________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જગ્યાએ હતું એમ જાણતા હતા, એમને તે ભારે આશ્ચર્ય થયું. આખરે તપાસ કરતાં ખબર પડી. ઉપાશ્રયમાં કોઈ જૈન મુનિ આવ્યા છે, તેઓ ચમત્કારી મંત્રના જ્ઞાતા છે.
પંચના સભ્ય તેમની પાસે ગયા. વંદન કરીને સામે બેઠા. તેઓએ કહ્યું, “આપ કૃપા કરીને અમને કહે કે અહીં જે વિશાળ લીમડે હતું, તે ક્યાં અદશ્ય થઈ ગયો !” મુનિશ્રીએ કહ્યું, “તમારે લીમડા જેવો છે ને?” પંચની તમામ વ્યક્તિઓએ હકારમાં માથું ધૂણવ્યું.
મુનિશ્રીએ કહ્યું કે, “જે તમે લીમડે ન કાપે તો તે બતાવું.” પંચની બધી વ્યક્તિઓએ તે વાત કબૂલ કરી. ત્યારે મુનિએ મંત્ર ભણીને એક માટીની કુંડી ઊંધી વાળી હતી. એમણે એ સીધી કરી અને કહ્યું, “જુઓ, હવે તમને લીમડો દેખાશે ”
પંચે બારીમાંથી જોયું તે લીમડો એ જ સ્થાને હતે. હવામાં એની ડાળીઓ ગૂમી રહી હતી!
મંત્રશકિતને એક બીજો કિસ્સો પણ જાણવા મળે છે. જામનગરના એક જામબાપુના ચાકરે નિર્બળ બનેલા અઢાર ઘોડા આ કસાઈને વેચ્યા. શ્રાવકેએ આ વાત જાણી એટલે વિમાસણમાં પડયા યતિશ્રી પાસે પહોંચ્યા અને કાકલૂદીભરી વિનંતી કરી. યતિશ્રીએ કહ્યું, “આ ઘડાઓ અહીંઆથી જ નીકળવાના. તમે એને વાળી લે. બાકીનું બધું હું સંભાળી લઈશ.”
કસાઈઓ અઢાર ઘેડા લઈને નીકળ્યા, યુવાનેએ વાળી લીધા, યતિજીની સૂચના મુજબ એક ડેલામાં બાંધી દીધા.