________________
૨૩૬
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
કરતા. ઘેાડા વખતમાં એમને સુધારા થયા. આજે તેમને તદ્ન સારુ થઈ ગયુ છે.
આમાં મને મનના નિયમની ખૂબ મઢુત્તા દેખાઈ છે. એટલા માટે હું અને તેટલુ આછુ ખાવુ છું. છતાં કાઈ પ્રસંગે કાઈ ને એ શબ્દો કહેવાઈ ગયા ાય કે કેાઈનું મન દુઃખી થયુ' હાય તા મારી ભાવનાને રસ ઊડી જાય છે.
સવારના ભાવના માટે બેસું, પણ કામ આગળ ચાલતુ જ નથી. વચ્ચે વચ્ચે જાણે એ વ્યક્તિ મનેાભૂમિકામાં આવ્યા જ કરે છે. હું સામી વ્યક્તિ પાસે જઈને ક્ષમાપના કરું. પછી જ કામ સરળતાથી ચાલે. એક દાખલેા આપું. એકવાર મેં એક વેારાની દુકાને ફેટા મઢાવવા આપેલ. બિલ સાડાસાત રૂપિયા કર્યું. મેં કહ્યું : ‘આટલા હોય ? સાત રૂપિયા બરાબર છે. ’ ‘ના, શેઠ ! જે કહ્યું છે, તે વ્યાજબી છે. મુંબઈમાં તમે આ કામ કરાવ્યુ હાત તેા આના કરતાં વધુ ખર્ચ થાત.' છતાં સાત રૂપિયા આપી હું ઘેર ગયા. બીજે દિવસે સવારે ભાવના કરવા બેઠા, ત્યારે ભાવના મન એકાગ્રતાપૂર્વક થાય જ નહિ, અને મન સ્થિર વિનાની ભાવના શા કામની? ત્યારે મે આત્મનિરીક્ષણ કર્યું કે જરૂર કંઈક ભૂલ થઈ છે. વેરાની દુકાને જઈ મેં વારાને કહ્યું : ‘ અલીબાબા, તમે કાલે સાચી વાત કરેલી, તમે કામ ઘણુ ં સરસ કર્યુ છે. આ એક રૂપિયા લે!' એ ખુશ થઈ ગયા. એ પછી જ મારી ભાવના બરાબર ચાલી. કોઇવાર દેરાસરમાં પૂજારી સાથે બે અક્ષર ખેલાઈ જાય તેાયે કામ અટકી પડતું. પછી ચાહીને દેરાસરે દન
i