________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૩૩ સામે મેત પંજો ઉગામીને વાટ જતું હતું. ઘડી–બે ઘડીને આ દુનિયાને મહેમાન સહુની વિદાય વેળાએ ક્ષમા માગતે હતે, ગળાના કેન્સરનું જીવલેણ દર્દ વધુ ને વધુ પ્રસરતું હતું. ખાવાનું બંધ થયું. પાણી લેવાનું અશક્ય બન્યું. માટલાંમાટલાં પાણી પી જવાની તરસ લાગે અને ગળામાંથી એક ટીપું પાણી ન ઉતરે.
મરણની આ કપરી વેળાએ ગુલાબચંદભાઈએ પવિત્ર નવકારમંત્રનું સ્મરણ કર્યું. ધીરે, ધીરે પાણી લેવાતું થયું. થડે દિવસે ખાવા પણ માંડ્યું. મેટા–મેટા ડોકટરોએ હાથ ધંઈ નાંખ્યા હતા, એ કેસ ચમત્કારિક રીતે સુધરવા લાગ્યો. પ્રભુનામને ઉપચાર સહુથી કારગત નીવડ્યો. આજે એ જીવલેણ વ્યાધિ મટયાને સત્તાવીશ વર્ષ થઈ ગયાં. હજી ગુલાબચંદભાઈ રેગમુક્ત તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. ધમયાનની અવગણના કરનારના જીવનને ધર્મધ્યાને બચાવી લીધું. એ પછી તે દૃઢ શ્રદ્ધાથી ગુલાબચંદભાઈ નવકારમંત્રની ઉપાસના કરવા લાગ્યા. એમના ભૌતિક અને અધ્યાત્મિક જીવનમાં અવનવું પરિવર્તન થતું ચાલવું. એને સિલસિલાબંધ ઈતિહાસ આલેખતાં તેઓ કહે છે–
“મારો રોગ ગયો એટલું જ નહિ, મારી આર્થિક સ્થિતિ પણ સુધરી, માનસિક વિકાસ થયે અને શરીર પણ ઘણું જ સારું થઈ ગયું. અમુક મુદતે હંસ્પિટલમાં શરીર બતાવવા જતો.”
એક વખત વજન કરવાના કાંટા ઉપર ન માણસ આવેલ. વજન કરાવવા મારું નામ પોકારાયું.