________________
મંત્રવિદ્યાનો પ્રભાવ
૨૧૯ આવશે. તમારા હૃદયમાં બિરાજમાન પરમાત્મા સ્વયં તમારો માર્ગદર્શક બની માર્ગ બતાવશે.
» શાંતિ શાંતિ શાંતિ.
સેહમ્ ચમત્કાર એક જૈન સાધ્વીજી જેમનું નામ સ્વયંપ્રભાશ્રી હતું. તેઓએ યોગાભ્યાસની શરૂઆત કરી ત્યારે ધ્યાન સહ અઢીસે સેહમ મંત્રની માળાને પણ જપ ચાલુ કરેલો. આ અભ્યાસ કરતાં, કરતાં લગભગ નવ વર્ષ ઉપરાંતને સમય વ્યતીત થઈ ગયા હશે. તે સમયે તેઓએ પિતાના શરીર માટે પ્રાકૃતિક ચિકિત્સા પ્રારંભ કરી. તેમાં પ્રથમ દિવસ કેવલ ગરમ પાણી પીને ઉપવાસ કરેલ. પાણી ગરમ અમુક માત્રામાં પીવાથી તેમને લગભગ બારથી એકના સુમારે દિવસના ઊલટીઓ વગેરે થવા લાગી અને સાંજ પડતા, પડતા તે તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. હાથ-પગની નાડીઓ તૂટતી હોય એ અનુભવ થવા લાગે અને છાતીમાં અસહ્ય વેદના થવા સાથે પ્રાણાંત કષ્ટ થવા લાગ્યું. હાથ–પગની નાડીઓને માલિશ કરે તે જ જરા સારું લાગે નહિતર વેદના સહન થાય નહિ. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ પરિસ્થિતિ વધારે બગડતી ગઈ. જનતા બધી એકત્ર થઈ ગઈ. બધાએ ધારી લીધું કે મૃત્યુ ક્ષણે, ક્ષણે નીકટ આવી રહ્યું છે અને કઈ ક્ષણે પ્રાણને લઈને ચાલ્યું જશે તે કહી શકાય નહિ. ભાન પણ જેવું જોઈએ તેવું નહતું. જૈન સાધુ-સાવી રાત્રીના સમયે અન્ન પાણી કે બીજી કઈ વસ્તુ ખાઈ કે પી શકે નહિ તેને તેમણે