________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૧૧ પિતાના અભ્યાસને લેખા કહેતા હતા. લેખા શબ્દનો અર્થ હિસાબ કરવો એમ થાય છે. એને જપએ જ એના લેખા (હિસાબ) હતા. જ્યારે કેઈ પૂછે કે, બાબાજી શું કરી રહ્યા છે ? તે કહેતા કે “લેખા કરું છું.” એની પાસે દિવસભર વાત કરે, પણ એને કંઈ જ ખબર પડે નહિ કે, શું થઈ રહ્યું છે. કેઈ વ્યક્તિ એને કંઈ કહે તે બીજીવાર, ત્રીજીવાર કહેવા પર ‘હા’ કહી દેતા, અને વાત ત્યાં જ સમાપ્ત થાય અને પાછા જપમાં મગ્ન થઈ જતા. જ્યારે તેમની ઉંમર લગભગ ચાલીસ વર્ષની થઈ ત્યારે તેના કુટુંબીજનોએ બેકારીથી તંગ થઈ સલાહ કરી કે, આ કાંઈ કરતો નથી ને મજામાં ખાય છે, ને ગૂમસૂમ બેઠો રહે છે, એને કાંઈક કામ સેપવું જોઈએ. એ વિચાર કરીને બાબાજીને કહેવા લાગ્યા કે તમે આખો દિવસ નકામાં બેઠા રહે છે, તો બીજું કાંઈ નહિ તે પણ ઘરની ગાય, ભેંસોને ચરાવવા લઈ જાઓ. બાબા કુલસિંહને એ નિયમ હતું કે જે કોઈ એને કામ કરવાનું કહે તો બે વાર નિષેધ કરી દેતા અને ત્રીજીવાર કહેવાથી હા પાડતા. નિયમાનુસાર ત્રીજીવાર કહેવાથી એમણે હા પાડી. અને ત્યારથી ગાય, ભેંસ વગેરેને ચરાવવા જંગલમાં લઈ જતા. અને જ્યાં મેદાન હોય ત્યાં બેસતા. ત્યાં ચારે બાજુ લોકોના લીલાંછમ ખેતરો હતાં. એક ગાયને પુચકારીને તેની પીઠ પર હાથ ફેરવતા ફેરવતા કહેતા કે, “બેટા ! જે કોઈને ખેતરમાં ચરવા જઈશ નહિ, કેમ કે મનુષ્યને ભાગ છે. જ્યારે એ પિતાને ભાગ (અનાજ) તેમાંથી લઈ લેશે, ત્યાર પછી એ ચારે તમને જ મળવાને છે. જ્યારે તેઓ આ પ્રમાણે કહેતા ત્યારે બધા જાનવરે ચૂપચાપ