________________
મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય નમસ્કારાદિ કરવાના છે. વંદન કરનાર પણ વંદન કરતાં-કરતાં એક દિવસ વંદનિક બને છે. પરંતુ તે વંદન, નમસ્કારાદિ દ્રવ્ય ન હોવા જોઈએ, સમજ તથા ભાવપૂર્વક થવા જોઈએ. મૂલ્ય દ્રવ્ય વંદનાદિકનું નહિ પણ ભાવનું જ છે. વળી માનસ શાસ્ત્રને અટલ સિદ્ધાંત છે કે, જે કેઈ જેવા ભાવે જેનું સમરણ, ચિંતન, મનન, ધ્યાન કરે છે, તે તે બને છે. માનવ જેવા વિચાર કરે છે, તે જેવા ગુણોનું સ્મરણ, ચિંતનાદિ કરે છે, તે તે બને છે. ગૌણ કારણ એ છે કે અરિહંતપ્રભુ આ સંસાર રૂપ મહાભંયકર અટવીમાં ભ્રમણ કરવાથી ઉદ્વેગ પામેલા જીવોને અનુપમ પરમાનંદદાયક એક્ષપુરને માર્ગ બતાવનાર પરમ ઉપકારી છે, માટે તેમને નમસ્કાર કર છે.
આ અરિહંતાણું એ સાત અક્ષરનું પહેલું પદ થયું તે પહેલી સંપદા પણ કહેવાય.
એ અરિહંત પદનું ધ્યાન વેત વણે ધરવું જોઈએ. આ ભરત ક્ષેત્રમાં એવા ૨૪ તીર્થંકર થઈ ગયા છે. અને વર્તમાન કાળે મહાવિદેહ ક્ષેત્રને વિશે ૨૦ અરિહંત હયાત વિચરે છે. જેમનું જ્ઞાન લોકાલોક વ્યાપક છે. આપણું અંતરની વાતે જાણી રહ્યા છે, આપણું કૃત્ય દેખી રહ્યા છે, અને ભવ્ય જીવોને બધ આપી સંસાર ભ્રમણથી મુક્ત કરે છે, તેઓશ્રી આપણે ભાવપૂર્વક કરેલા નમસ્કારાદિ સ્વીકારે છે. એવા શ્રીમંદિરસ્વામી આદિ ૨૦ તથકરોને મારા આંતરિક ભાવપૂર્વક પ્રતિદિન ત્રિકાળ નમસ્કાર છે. જે સંસારરૂપ દાવાનળનો ઉચ્છેદ કરવાને તમે ઈચ્છતા હે તે પહેલા પદના સાત અક્ષરે “નમે