________________
મંત્રવિદ્યાનો પ્રભાવ
૧૮૯
શિવભેખ નામનો એક સંન્યાસી ગામની બહાર ઉદ્યાનમાં આવીને ઊતર્યો. ત્યાં તે મેટા આડંબરથી રહેવા લાગ્યો. તે સર્યા સામે જોઈને પંચાગ્નિ તાપથી આતાપના લેતો હતો. આવો બાહ્ય આડંબર દેખીને લોકો તેના પર પૂજ્યભાવ અને પ્રીતિ રાખવા લાગ્યા; તથા ચારે તરફ તેના તપની પ્રશંસા કરવા લાગ્યા. સમય જતાં વામાદેવી રાણુ પાસે એના સમાચાર આવ્યા, તેથી તેને પણ તે સંન્યાસીને જોવાની અને ખરી શી વાત છે તે જાણવાની ઈચ્છા થઈ? પછી વામાદેવી પિતાના પુત્ર સહિત તે સંન્યાસીને જોવા ગયા. કુમાર પાર્શ્વનાથ યોગીને નમસ્કાર કર્યા વિના એક બાજુ ઊભા રહ્યા.
તેને જોઈને તે સંન્યાસી બોલ્યો કે, “હે કુમાર ! હમકે નમસ્કાર કર્યો નહિ કરતે હે? ઔર બાજુ પર કર્યો ખડે રહે હો?”
પાર્શ્વનાથે એને કંઈ જ જવાબ આપ્યો નહિ. પછી અવધિ જ્ઞાનથી જાણીને કહ્યું કે, “હે યેગી ! આવું અજ્ઞાનજન્ય કાર્ય કષ્ટ કરવાથી કઈ પ્રકારે આત્મસિદ્ધિ થવાની નથી. તમારી ધૂણીમાં જે મેટું લાકડું બળે છે, તેમાં નાગનાગણ રહેલા છે; તેના બળવાથી તમે ઊલટું પાપ બાંધે છે. રાજકુમારનું આવું બેલવું સાંભળીને સંન્યાસીને ઘણે જ ક્રોધ આવ્યો અને તે બે કે, તે સાચી વાત હોય તે બતાવી આપ.”
તરત જ રાજપુત્રે ધૂણીમાંથી તે બળતું લાકડું બહાર કઢાવી ચરાવ્યું તો તેમાંથી અર્ધદગ્ધ થયેલાં નાગનાગણી નીકળ્યાં તે ત્યાં એકત્ર થયેલા હજારો માણસેએ જયાં. સંન્યાસી