________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
અળગા રહીએ અને પ્રભુનું સ્મરણ, મનન, ચિંતન, ધ્યાન, માનસપૂજા, અને નામ જપાદિમાં અને બીજાનું ભલું અને જનસેવા વગેરે સત્કર્મોમાં પિતાની જાતને લગાડીએ, તેટલા આપણે પ્રભુની સમીપ જઈએ, એના ભાવથી ભાવિત થઈએ, અને આપણું અંતર શુદ્ધ થાય, પવિત્ર થાય અને આનંદથી ભરાઈ જાય. સંસારને પાર કરવાને, દુઃખ-અશાન્તિથી ઉગરવાને આ જ ઉપાય છે, બીજે કઈ નહિ.
પ્રાર્થના એટલે અંતર્યામીની પાસે અંતરની વેદના અને અભાવને વિચાર અને ભાષાથી જણાવવા, અને એ દૂર કરવા માટે આતુરતાથી તેની કરુણા યાચવી. સકામ પ્રાર્થના એ છે કે માનવ કહે છે કે, “હે પ્રભુ! હવે આ સંસારના દુઃખ, ત્રાસ, રોગ, શોક, અભાવ, તાણુતાણ આદિ સહન થતાં નથી, તમે મારું એ બધું દૂર કરી ઘો.” નિષ્કામ પ્રાર્થના એ છે કે, “હે પ્રભુ! તમારી મરજીમાં આવે તેટલો ભાર મારે માથે નાખે, દુઃખમાં રાખો, આતમાં નાખો તેની મને કાંઈ ફિકર નહિ; માત્ર મને એ બધું સહન કરવાની શક્તિ આપે, કે જેથી હું કઈ દિવસ તેથી વિચલિત ન થાઉં કે, જેથી હું તમને ન ભૂલું કે જેથી તમારા અભય ચરણોમાં મારી શુદ્ધ ભક્તિ રહે.”
ઈષ્ટ વસ્તુનું સમરણ-મનન કરવું એટલે તેની સાથે મનનું જોડાણ કરવું, એ વિચારપ્રવાહ જેટલે ગાઢ અને એકધારે થાય. ચિત્તને વિક્ષેપ કરનારી વૃત્તિઓ જેટલી શાંત થાય, . તેટલે જ એ તેલની ધારની જેમ અવિચ્છિન્ન થાય. એને જ જપની ઉત્કૃષ્ટ સ્થિતિ ધ્યાન કહેવાય. એ જ ધ્યાન એથી વધુ .