________________
૧૬૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આનંદદાયક લાગશે; કેલેજની એક એક પરીક્ષા પાસ કરવા જતાં છોકરાઓને રાતના ઉજાગરા વેઠી તન તેડીને, તબિયત ખાખ કરીને કેવી મહેનત કરવી પડે છે? એ ઉપરાંત વળી ભય, ચિંતા અને પેટા વિચારે તે લાગેલા જ છે; જાણે કે જીવન મરણ પાસ થવા ઉપર જ આધાર રાખે છે ! અને આ બધું શા માટે કરવું? તે કહેશે કે સારી નોકરી મળે, પૈસા કમાવાય, માનપાન મળે, સુખમાં રહેવાય એવી બધી અનિશ્ચિત આશાએ ભગવત્ પ્રાપ્તિ કરવી એ આના કરતાં એક રીતે સરળ; તે એ પ્રકારે કે એમાં એવી બીક, ચિંતા, અને ખોટા વિચારેને અવકાશ નહિ. કારણ કે સાધનાથી સિદ્ધિ અનિવાર્ય ભગવાનને પ્રાપ્ત કરવા સારું છે કે બીજા બધા કામ છે “મંત્ર સાધયામિ, કિંવા દેહ પાતયામિ' એવી પ્રતિજ્ઞા કરીને એકધારે થઈને લાગી રહે તે ઈશ્વરદર્શન જરૂર થાય, અને એવી અમૂલ્ય સંપત્તિ પ્રદાન કરે કે જેની પાસે સમસ્ત સંસારની ધનસંપત્તિ સુખ અને વિલાસની સામગ્રી તુચ્છ થઈ પડે એ મૃત્યુ ઓળંગી અમૃતતત્ત્વને અધિકારી થાય.
જેઓ જપ ધ્યાન યા ગાભ્યાસ બરાબર રીતે વધુ કરે તેમનામાં એક નવું સાત્વિક શરીર ઘડાઈ ઊઠે સૂક્ષ્મ જ્ઞાનતંતુઓ અને નાડીચો જાગી ઊઠે કે જેને અંગે એ ગંભીર અતીન્દ્રિય ભાવેને વેગ સહન કરવાને સમર્થ બને. + , લાકડાની અંદરને અગ્નિ જેમ ઘર્ષણથી, દૂધની અંદરનું માખણ જેમ વાવવાથી, તલમાંથી તેલ જેમ પીલવાળી અને જમીનની અંદરનું જળ જેમ ખેદવાથી મેળવી શકાય, તેવી