________________
૧૬૦
' મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય વિક થઈ જાય.
જ્યારે એકલા હે, અથવા ખાસ કામમાં રોકાયેલા ન હો, ત્યારે વ્યર્થના નકામા વિચારો ન કરતાં પ્રભુસ્મરણ, મનન અને નામ લેવું જ સારું. મનમાં વ્યર્થના વિચારે ન આવે એ માટે જપના અભ્યાસની જરૂર છે. જ૫ એટલે એકધારું અખંડિત રીતે પ્રભુનું નામ લીધે જવું એ.
ઉતાવળા થયે વસ્તુ પ્રાપ્ત થાય નહિ. પરમાત્મા જ એક માત્ર સારભૂત, નિત્ય, સત્ય, બીજું બધુંય; અરે ! આખે. સંસાર પ્રપંચમય અસાર, ફરેબબાજી માટે ત્યાજ્ય (તજવા યેગ્ય) આ જ્ઞાન પાકું રહેવું જોઈએ.
જે શબ્દ યા નામ સંસારના મનનમાંથી–અવિદ્યામાંથી મનનું ત્રાણ (ઉદ્ધાર) કરે એને જ મંત્ર કહે.
“મનનાત્ ત્રાયતે સ મંત્રઃ” શરૂઆતમાં નિયમપૂર્વક જપ–ધ્યાન કરવાં જોઈએ. મન સ્વભાવથી જ જે કામમાં તેને લગાડવાં ધારે એમાં ન લાગતાં બીજી બાજુએ દોડાદોડ કરશે અને જે કંઈ કામમાં નહિ લગાડે તે વ્યર્થના વિચાર કર્યા કરશે. કહેવત છે કે “કામ વિનાનું મન એ શેતાનનું કારખાનું ! ' એ સાવ સાચી વાત છે. તેને વશ કરવું હોય તો જેર કરીને હઠાગ્રહથી તેને નિયમેના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને એ એક (COLLITE) કાર્યક્રમ કર કે જેનું પાલન કરી શકાય. અને દઢ સંકલ્પ