________________
સાધના વિધિ-વિધાન
૧૫૯
પ્રવૃત્તિ હોય એ બધા બાહ્ય વિષયમાં જ તેને જોડવામાં આવતું એટલે એની સાથે કશે ઝઘડે નહેાતે જ્યારે હવે ? તે સત-અસત્ વિચારપૂર્વક તેને અસાર બાહ્ય વિષયમાંથી ખેંચીને અંતર્મુખ કરવાને, તેને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે, એટલે તરત એ ઊલટું થઈને ઊભું રહે નદીને રોકવા જતાં તેને આઘાત સ ગણો વધી જાય. પરંતુ તેના એ વેગને, એ જ શક્તિને જે ગ્ય રીતે વાળીને ઈચ્છા મુજબ કામે લગાડવામાં આવે, તો હજારગણું ફળ આપે.
પ્રયત્ન અને ખંતથી બધી બાબતે સિદ્ધ થાય. નિષ્ફળ થાઓ તે ફરી ફરી પ્રયત્ન કરે. જે પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળે તે સમજવું કે જે રીતે પ્રયત્ન કરવો જોઈતું હતું તે રીતે થયો નથી. પ્રયત્ન કરવાથી બધી બાબતો સહજમાં અને સહેલાઈથી થઈ શકે. તમે કમે એ બાબતની આદત પડે ને આખરે એ સ્વભાવરૂપ થાય છે.
જેઓ સર્વ સમયે, કામકાજને સમયે પ્રભુની આજ્ઞાન પાલન સહ તેમના નામનું સ્મરણ, તેમના ગુણોનું ચિંતન અને તેમના નામનો જપ કરે છે, પ્રભુને જ એકમાત્ર સારા અને સંપત્તિરૂપ સમજે, તેઓ સંકટ સમયે પણ પ્રભુને ભૂલવાને નહિ. મૃત્યુ સમયે પણ જીવનભરને ચિંતવનના પ્રભાવે તેમના રેગની વેદના ભૂલાઈ જાય, સંસારની, ધન, જનની આસક્તિ દૂર થાય, અને ઈશ્વરી ભાવમાં ચિત્ત તદ્દગત થઈ જાય. ઈશ્વરના સતત ચિંતવન અને સાંનિધ્યની ટેવને પ્રભાવે એ વસ્તુ સ્વભા