________________
વિચારેની શુદ્ધિ થઈને વિવેકશકિત જાગૃત થાય છે. અને પિતાના દેષોને, અશુદ્ધ વિચારોને જાણે તેને દૂર કરી, સદ્દગુણને વિકાસ કરીને અભ્યાસના પ્રભાવે એક દિવસને પામર આત્મા પ્રભુપદને પામે છે. આ બધું શ્રેયઃ શુભ વિચારોના પ્રભાવને આભારી છે. હે વીરો ! મોહ-નિદ્રાને ત્યાગી આ સુવર્ણ અવસરે નિજયને સાધવા સત્વર કટિબદ્ધ થાઓ, એ જ શુભ કામના સહ વિરમું છું. ' આ પુસ્તકની પ્રથમવૃત્તિ ૧૯૭૫માં પ્રગટ થયેલ તેની ઘણી જ માંગણી હોવાથી આ બીજી આવૃત્તિ ૧૯૮૩માં પ્રગટ થઈ રહેલ છે, તે જ તેની ઉપયોગીતા કેટલી અને જનસમાજને ઉપયોગી છે તે સ્વયં વાચક વિચારે. વિશેષ શું?
લિ. વિશ્વશાંતિ થાહક પ્રકાશકના બે બેલ સમસ્ત વિશ્વ પ્રત્યે કરુણા વહાવનાર એવા પરમ વિતરાગી શ્રી તીર્થકર દેવ દ્વારા, જગતના જીવોના કલ્યાણ અર્થે, જે વાણીનું ઉદબોધન થયું, તેને ગણધરોએ સૂત્રબદ્ધ કર્યું છે તે આગમશાસ્ત્રનાં જાણકાર, ધર્મરહસ્યજ્ઞાતા, યોગવિશારદ, સર્વ વિરતિ “શ્રી વિશ્વશાંતિ ચાહક અને અધિક પરિચય કરાવવાની જરૂર નથી, છતાં એટલું જાણવું આવશ્યક છે કે તેઓએ પોતાનું સમસ્ત દીક્ષાથી જીવન આત્મસાધનામાં વ્યતીત કરી; નિવૃત્તિક્ષેત્રે બિરાજી આત્માનુભવની
ગસાધનામાં તકલીન રહી બહુધા એકાંતપણે, અસંગભાવે વિચારી યોગશ્રેણીની પરાકાષ્ટાએ ચઢી, સમાધિ દ્વારા આત્માનંદને રસાસ્વાદ ચાવે છે અને આત્મદર્શન તે જ ઈશ્વરદર્શન.
આ પુસ્તક “મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય” માનવને સંસારી રાગ એ છે કરાવીને પ્રભુપ્રેમ વધારનાર છે, ખરેખર સંસારની પ્રીતી તે જ દુઃખનું મૂળ છે અને પ્રભુને પ્રેમ જ સુખદાતા સહ ભવ બંધનથી મુક્ત કરાવનાર છે. જેનું માર્ગદર્શન તેમાં કરેલ છે. જે સાધક તે પ્રમાણે સાધના કરશે તે અવશ્ય પિતાનો વિકાસ કરીને પરમપદને અધિકારી બનશે. વિશેષ શું? કુમારી રંજનદેવી જેન,