________________
વિકાસ થઈ શકતા નથી. જીવન વિકાસ સાધવા માટે વિચારશકિતની સહાયતાની પરમાવશ્યકતા છે. વિકાસનું મુખ્ય કારણ વિચારશકિત જ છે. વિચારથી જ કર્તવ્ય-અકર્તવ્યનું ભાન થાય છે. લાભ-હાનિ પણ વિચારથી જ જાણી શકાય છે. કઈ પણ કામ કરતા આ કામ શા માટે કરવાનું છે? અને એ પ્રયત્નનું શું પરિણામ આવશે? વગેરે વિચારશક્તિની મદદથી થાય છે. પ્રયત્ન કર્યા છતાં કોઈ પણ લાભ ન જણાય તે જાણવું જોઈએ કે કંઈક આપણી ભૂલ છે. તેને શોધીને સુધારે કરવો જરૂરી છે. અથવા જેને માટે પ્રયત્નશીલ છીએ તેનું રહસ્ય કોઈ જુદું જ હોવું જોઈએ. બીજ વાવીએ અને અમુક સમય સુધી અંકુર પણ ન ફૂટે (ફળની વાત તો દૂર રહી) તે સમજવું જોઈએ કે કાં તે જમીન ખારી હોવી જોઈએ અને કાં તે બીજ બળી ગયેલું હોવું જોઈએ, નહિતર યોગ્ય પ્રયત્ન છતાં પરિણામ કેમ ન આવે ?
પ્રયત્ન બરોબર છે કે નહિ તેનો વિચાર બરાબર કરવો જોઈએ. કેટલીક વખત બીજ વાવીને તરત જ ફળની આશા રાખવામાં આવે છે અને તેમ ન બનતાં નિરાશ થાય છે તેમ પણ ન જ થવું જોઈએ. અમુક મુદતની હદ તે જોઈએ જ. ત્યાર પછી જ ફળ ન આવે તે પણ અંકુરે તે ફૂટવા જ જોઈએ. નાના છોડવાનું રૂપ બીજે લેવું જ જોઈએ તે પણ તેનાથી અમુક સમયે ફળ આવશે તેમ ધારણ કરી ધીરજ રાખી શકાય છે. એવી જ રીતે જે કર્તવ્ય કરે તેના ઊંચા ગુણે તત્કાળ ન પ્રાપ્ત થાય તો પણ હૃદયમાં પૈય, શાંતિ, વિક્ષેપ રહિતપણું, આશા, તૃષ્ણમાં સુધારે, કષાયની મંદતા વગેરે અંકુરાઓ તે દેખાવા જ જોઈએ.
હંમેશા પિતાનું નિરીક્ષણ કરવું જરૂરી છે. અને ભાવશુદ્ધિ . કેટલી થઈ તે જાણવું જરૂરી છે. આમ પ્રભુસ્મરણથી પોતાના