________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય માટે પ્રથમ આ જ૫ સુગમ હોય છે. આગળ જપ ક્રમ સાધ્ય અને અભ્યાસ સાધ્ય છે. આ જપથી વાકસિદ્ધિ થાય છે. શબ્દનું મોટું મહત્વ હોય છે. તે શબ્દ કયારેય પણ વ્યર્થ જતા નથી. અન્ય લેક તેની આજ્ઞાનું પાલન કરે છે. એક વાકશક્તિ પણ સિદ્ધ થઈ જાય તો એ વડે સંસારના મોટા મેટા કામ થઈ શકે છે આ જપ પરમાર્થ અને પ્રપંચ બંને માટે ઉપયોગી છે. ૭. ઉપાંશુ જપ :
વાચિક જપ પછી આ જ છે આ જપ કરતી વખતે હોઠ ચાલે છે તથા તેને ઉચાર મુખમાં થાય છે. જપ કરનાર તેને સાંભળે છે પણ બીજા સાંભળી શકતા નથી. આ જપ વડે મનની એકાગ્રતાનો આરંભ થાય છે. વૃત્તિઓ અંતર્મુખ થવા લાગે છે અને વાચિક જપથી જે, જે લાભ થાય છે તે સર્વ આ જપ વડે થાય છે. એ જપ વડે પિતાના અંગપ્રત્યંગમાં ઉષ્ણુતા વધતી હોય તેમ લાગે છે. તેથી શરીર નરેગ બને છે. એ જ તપને પ્રભાવ છે. આ જપથી દષ્ટિ અન્મીલિત રહે છે. એના દ્વારા સાધક સ્કૂલથી સૂક્ષ્મમાં પ્રવેશ કરે છે. વાણુના સહજ ગુણ પ્રગટ થાય છે. મંત્રનો પ્રત્યેક ઉચ્ચાર મસ્તક પર કંઈક અસર કરતો હોય તેમ લાગે છે-ભાલપ્રદેશ અને લલાટમાં વેદના થતી હોય એવો અનુભવ થાય છે. અભ્યાસ કરતા, કરતા સ્થિરતા વધે છે. '૮,માનસ જપ :
આ તે જપને પ્રાણ છે. એથી સાધકનું મન આનંદમય બની જાય છે. એના મંત્રને ઉચ્ચાર કરે પડતું નથી. મન