________________
૧૧૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
કામના ત્યાગ કરીને નિત્ય નિયમિત સમયે ઇષ્ટ મંત્રના ત્રણ કલાક જપ કરો. જપ કરવાથી જ તમે સુખી થશે.
મહાત્મા ગાંધી કહેતા હતા કે, “ મારું ચાલે તેા દેશના સર્વ દવાખાના બંધ કરાવી દઉં. કેવળ ભગવાનના નામસ્મરણ ઈષ્ટ મંત્ર જપમાં એવી શક્તિ છે કે જેથી સમસ્ત ફ્લેશ દુઃખ દૂર થઈ શકે છે, પછી બીજા કોઈ આધિ-વ્યાધિ અને ઉપાધિ નજીક આવી જ શકતા નથી. દિવસ કે રાત્રિએ સામુદાયિક અખંડ મ`ત્રજપ કે ભજન કરવાથી દેશ અને ગામનું વાતાવરણ શુદ્ધ થાય છે અને દુઃખ દૂર થાય છે. ''
વાસ્તવિક રીતે મંત્રજપમાં અદ્ભુત શક્તિ છે. જીવનમાં જે મનુષ્યને મ ંત્રજપ કરવાની ધૂન લાગે છે. તીવ્ર ભાવના થાય છે તેના જેવા કાઈ ભાગ્યશાળી પુરુષ કે સ્ત્રી નથી, એવા ઘણાં મનુષ્યા વિશ્વમાં છે કે જેએ સતત ગુરુમંત્રનેા જપ કરીને સુખી બનેલા છે.
ખંધુએ ! તમે શા માટે નકામી વામાં સમયને દુરુપયેાગ કરી છે ? આજથી-આ ક્ષણથી જ તમે તમારા ઈષ્ટ મંત્રના જપ કરો. તમારા જીવનને સુધારવુ' હાય, સુખી બનાવુ હાય, વિપત્તિએથી ખચવુ હોય, અને પ્રભુના પ્રેમ સંપાદન કરવા હાય તે મંત્રજપ કરશે, મત્રજપ કરે, મત્રજપ કરો !
સાત્ત્વિક વૃત્તિના બંધુઓ, સત્વર જાગ્રત થાએ અને ઈષ્ટ મંત્રજપનાં અલૌકિક ફળના અમૃત સમાન સ્વાદ ગ્રહણ કરી તમારું જીવન સાર્થક કરે,