________________
મંગોપાસના
' માટે જ તારી ઈન્દ્રિય અને દેહ સબળ અને સ્વસ્થ હેય તે વખતે જ પ્રભુનું સ્મરણ કરી લે.” અહા ! કબીર સાહેબ જેવા મહાપુરુષ પોતાના જાત અનુભવથી સુખદુઃખ માટે કેવા અતિ ઉત્તમ ઉદ્દગાર દર્શાવે છે! તેઓ કહે છે કેઃ “એ સુખ પર શિલા (પથ્થર) પડે કે જે ભગવાનને ભૂલાવી દે છે અને દુઃખની બલિહારી છે કે જે ભગવાનને ક્ષણે, ક્ષણે યાદ કરાવે છે.” એ માટે જ કહેવું પડે છે કે, જેટલું અધિક પ્રભુનું સ્મરણ થઈ શકશે તેટલી જ શીવ્રતાથી તમારા દુઃખ અને સંકટેનું નિવારણ થશે. કારણ કે મનુષ્ય સુખ-શાંતિ એવા સ્થાનમાં શોધે છે કે જે સ્થાનમાં તે જરા પણ નથી. સુખ-શાંતિ તે ઈષ્ટ દેવના મંત્ર-જાપ રૂપી સ્મરણમાં છે. અર્થાત્ પ્રભુ સ્મરણના પ્રભાવે પાપને નાશ થવાથી એ સર્વ મળે છે. જે મનુષ્ય નિત્ય ત્રણ કલાક નિયમિત મંત્રજપ કરે છે તેને અવશ્ય સુખ-શાન્તિ, આરોગ્ય અને આનંદ વિના પ્રયત્ન પ્રાપ્ત થાય છે એ કાર્યમાં તેને એક પૈસાનો ખર્ચ થતું નથી. રાત્રિ કે દિવસે ગમે ત્યારે મંત્રજપ કરી શકાય છે પણ જે મનુષ્ય ઈષ્ટ મંત્રનું સ્મરણ કરતું નથી તે કદી પણ સુખી થતું નથી !
જે મનુષ્ય સર્વ પ્રકારે અસહાય અને શરણ રહિત તથા નિધન હોય, વ્યાધિથી પીડાતો હોય, તે તે મનુષ્ય જે ઈષ્ટ મંત્રના જાપ કરવામાં શ્રદ્ધાપૂર્વક સંલગ્ન થાય તે તેના સર્વ દુઃખને નાશ થવાનો સંભવ છે. માટે જ હે વાચકબંધુઓ ! જો તમારે જીવનમાં અલૌકિક અને અદ્દભુત આનંદ પ્રાપ્ત કરે હોય અને તમારું જીવન સફળ કરવા ઈચ્છતા હે તે સર્વ