________________
શબ્દ શક્તિનું સામર્થ
૧૧૩ વાયરલેસ, ટેલિગ્રાફી (દોરડા વગરના તાર) એ એનું જવલંત પ્રમાણ છે. વાયરલેસ ટેલિગ્રાફી તે આજકાલ સર્વસાધારણ મનુના જાણવામાં છે. એ તાર માટે દેરડાની જરૂર પડતી નથી. એક દેશમાંથી મેકલેલો સંદેશે હજારે માઈલ દૂર હોવા છતાં બીજા દેશમાં સંભળાય છે. જેમ કે એક તળાવમાં ક્ષુદ્ર પત્થર નાખવાથી જળમાં શુદ્ર લહેરે બનીને તે બીજા કિનારા સુધી પહોંચી જાય છે. તે સિવાય અન્ય કોઈ ખાસ મહત્વ ઉત્પન્ન કરતી નથી. પણ જે તે– જ તળાવમાં એક હાથી સ્નાન કરવા ઉતરે, તે તેનાથી તળાવના જીવજતુઓમાં અને સ્વચ્છ જળમાં એક મહત્ત્વનું પરિવર્તન થાય છે. એ જ પ્રમાણે જેઓ વિશેષ મંત્રજપ કરે છે, તેના વડે સંસારને વાયુમય સમુદ્ર અધિક કંપાયમાન થઈ તેમાં રહેલા છેને કંપાયમાન કરી મૂકે છે. અને જળના જીની જેમ કંપાયમાન સ્થિતિ કયારે શાંત થાય, તેની ચિંતામાં સંલગ્ન થઈ જાય છે. તેમ જ મંત્રજપ કરનારની કામનાઓને પૂર્ણ કરીને વિશ્રાંતિ લેવા કહે છે. તેથી જ કહેવું પડે છે કે સાધકના જપ કરવાનું પ્રમાણ-સંખ્યા એટલી બધી અધિક હેવી જોઈએ કે જેમ હાથીને અવગાહનથી જળ કંપાયમાન થાય છે તેમ બ્રહ્માંડના વાયુમાં પ્રચંડ આદેલને ઉત્પન્ન થાય અને સંસાર સમુદ્રને તેની અસર થાય.
નં. ૮