________________
૧૧૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય અભયકુમારને બતાવી અને જેનું જે હોય, તે તેને સોંપવાનું કહી રેહિણી ચેર પ્રભુની શરણમાં જઈને દીક્ષા ગ્રહણ કરી, પ્રભુની આજ્ઞાનુસાર સાધના કરીને તે ચેરમાંથી મહાત્મા બન્યો. અને સ્વર્ગ, મોક્ષને અધિકારી બન્ય. પ્રિય વાચક! આ છે શબ્દશક્તિને પ્રભાવ. ચાર વાક્યના શ્રવણથી તે ચોર મહાત્મા બન્યા, ત્યારે જે કઈ પ્રભુને સ્મરણમાં લીન રહે જપ કરે, તેની આજ્ઞા પાલન કરેતેને તે કેટકેટલા લાભ થાય ! તે તું સ્વયં વિચારજે, તે તારા પર
ડું . જપ શબ્દ જ ઉચ્ચારણ ધાતુથી બન્યો છે. જેને અર્થ બેલાવવું એ થાય છે. કેઈ ખાસ વ્યક્તિને તેને સાંકેતિક નામથી બોલાવવાથી જે પ્રકારે તે બેલવામાં (ઉત્તર આપવામાં) વિવશ-આતુર અને કાર્યરત થાય છે, એ જ પ્રમાણે મંત્રો દ્વારા જે જે ભાવપૂર્વક તે ઉચ્ચાર્યા હોય છે તે, તે ભાવનાનુસાર સાધકની પાસે તેવા પરમાણુઓ આકર્ષાઈને તેની પાસે આવે છે. અને મનોકામના પૂર્ણ થાય છે. વિજ્ઞાન દ્વારા સાબિત થઈ ચૂકયું છે કે મનુષ્યના મુખમાંથી બેલાતાં શબ્દોનાં કંપને (VIBRATIONS) સંસારમાં સર્વત્ર વ્યાપી જાય છે. તે કંપને વાયુ દ્વારા બ્રહ્માંડમાં વિચરણ કરે છે. જેમ શાંત જળમાં એક પત્થર નાખવાથી તેમાં લહેર-તરંગ-કંપને ઉત્પન્ન થાય છે અને તે જળાશયના એક કિનારાથી બીજા કિનારા સુધી પહોંચી જાય છે. એ જ પ્રમાણે મનુષ્યના મુખમાંથી નીકળેલા શબ્દ વાયુ દ્વારા સમસ્ત જગતમાં ઉપરોક્ત તરંગેની જેમ વિસ્તૃત થઈ જાય છે.