________________
શબ્દ શક્તિનું સામર્થ્ય
૧૦૩ આવે તે તે એથી પણ વિશેષ શક્તિશાળી અને શીવ્ર ફળદાતા બને છે. બીજ અને નામ મંત્રને પરસ્પર એવો સંબંધ છે કે જેમ અગ્નિમાં ઉણુતા અને જળમાં શીતળતાને કેય છે તેમ. અર્થાત્ શબ્દમાં જે શક્તિ છે તે માત્ર તેના અર્થમાં જ સમાયેલી છે, પરંતુ જે ઇવનિ પ્રધાન મંત્ર છે, તેના અર્થ જાણવામાં આવે કે ન આવે તો પણ જે તે મંત્રને વારંવાર સતત ઉચ્ચાર કરવામાં આવે તો તેને પ્રભાવ જપ કરનાર મનુષ્ય ઉપર અથવા જે કઈ બીજાના ઉદ્દેશ માટે જપ કરવામાં આવે તે તેને પ્રભાવ તેના ઉપર તેમજ આસપાસના વાતાવરણમાં થયા વગર કદી પણ રહેતો નથી. જે કઈને એ સંબંધી અનુભવ લે હેય તે તે મનુષે “” એ બીજમંત્રનો કેટલાક દિવસ સતત “અખંડ” ઉચ્ચારપૂર્વક જપ કરશે, તો તેના શરીરમાં ઉષ્ણતા “ગરમી વધેલી તેને જણાશે. તે જ પ્રમાણે “સ” એ બીજમંત્રનો જપ કરવાથી તે મનુષ્યના શરીરમાં “શીતળતા” (ઠંડક) થયેલી જણાશે, કઈ પણ શબ્દનો એ સ્વરથી તાલબદ્ધ ઉચાર કરવામાં આવે તો તેનું અદ્ભુત પરિણામ આવે છે. એક પુસ્તકમાં વાંચવામાં આવેલ કે એક યુવાન સ્ત્રી ઘણીવાર સુધી હારમોનિયમ પર ત્રણચાર સ્વરે વારંવાર તાલબદ્ધ રીતે વગાડતી હતી. એનું પરિણામ એ આવ્યું કે તે યુવતી જે ઓરડામાં બેસીને વગાડતી હતી તે ઓરડાની છત ફાટી ગઈ! આ પ્રમાણે સાંભળવાપૂર્વક ઘણાં વર્ષ પૂર્વે ભરૂચના જના પુલ ઉપરથી મિલીટરીના સિપાઈઓને “લેફટરાઈટ” એમ તાલબદ્ધ ચાલવા દેતા નહતા. કારણ કે એમ થવાથી પુલ તૂટી જવાનો સંભવ હતો.