________________
* વ્હાઁ નમ: મંત્રવિજ્ઞાન તેને ફળપ્રાપ્તિ અલ્પાંશ મળે અથવા કંઈપણ ન મળે તે તરફ લક્ષ આપતા નથી. જે કોઈ પણ મંત્રથી અલ્પકાળમાં સાધકને ફળ સિદ્ધિને કંઈપણ અનુભવ થવા લાગે તે તેટલાથી જ તેની શ્રદ્ધા દેઢ અને ઉત્સાહ તીવ્ર થઈને તે દિનપ્રતિદિન અધિકાધિક દઢતાથી ઉત્સાહપૂર્વક મંત્રસાધનામાં અગ્રસર થાય. એ માટે આ સ્થળે એક અનુભવસિદ્ધ મંત્ર તથા તેના સાધનની વિધિ લખવામાં આવે છે. એ સાધનથી સાધકને અલ્પ સમયમાં જ મંત્રસિદ્ધિ થવાનો અનુભવ થઈને તેમની શ્રદ્ધા અને વિશ્વાસ દઢ થશે. આ સાધન હંમેશાં ચાલુ રાખવાથી સાધકને પૂર્ણ રૂપે સિદ્ધિ પ્રાપ્ત થઈને તે કૃતાર્થ થશે. તેનું જીવન સફળ થશે. એ મંત્ર એટલે પ્રણવ () સહિત માયા બીજ હી એ છે. એ મંત્ર એ છે કે જેના અનુષ્ઠાનથી પૂર્વકાળમાં અનેક સાધકે સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકયા છે. અને વર્તમાનકાળે પણ જે સાધક- મહાપુરુષે એનું મહત્વ અને રહસ્ય જાણે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. નાસિકમાં એક મહાપુરુષે એ બીજમંત્રને વિધિપૂર્વક જપ કરવાથી તેઓ જ્ઞાનસહ સમાધિસિદ્ધ મહાત્મા થયા હતા. તેઓ અનેકના વ્યાધિઓ મટાડતા હતા, અને તેને વચનસિદ્ધિ વરી હતી. તેમણે નાસિકમાં એક મહાવિદ્યાલય પણ સ્થાપ્યું હતું, અને ત્યાંથી અનેક સાધકે એ બીજમંત્રનો જપ કરી સિદ્ધ થયા છે. એ બીજમંત્રમાં એવી અલૈકિક શક્તિ છે કે સાધક એનું અનુષ્ઠાન-સિદ્ધ થવાથી અસાધ્યને સાધ્ય અને દુર્લભને સુલભ કરી શકે છે. આ ગુપ્ત બીજમંત્ર સર્વ પ્રકારથી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે એવે છે એ મંત્ર ચિંતામણિ સમાન ફળદાયક અને શક્તિશાળી છે.