________________
૬
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
'
રહ્યો છે, એ બધુ ભૂલાઈ ને કેવળ પરમાત્માનું જ ભાન રહે છે. જપ કરનારને એ સમયે પરમાત્મા સિવાય ખીજું કશું ભાન રહેતું નથી. તે જ સર્વાનંદપ્રદાતા સમાધિ અવસ્થા છે. અને ‘ સેાડહમ્ ’ના જપથી જેટલી જલદી સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે એટલી જલદી ખીજા કેાઈ મંત્રથી થતી નથી. પરંતુ એ અવસ્થા જપ કર્યા બાદ કઈ તુર્ત જ થતી નથી. કા વ્યક્તિ જપ કર્યા પછી તુર્ત જ સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા ધારે અને એમ ન અને તે નિરાશ થઈને જપ છેાડી દે તા એ એની ભૂલ કહેવાય સમાધિ અવસ્થા એ જીવનની ઊંચામાં ઊ'ચી અવસ્થા છે. તેને માટે જે ભાગ આપીએ તે થાડા છે. છ માસમાં તે શું ? છ વર્ષે કે જીવનના કોઈ પણ ભાગમાં કે અંત સમયે પણ સમાધિ પ્રાપ્ત થઈ શકે, તેા એના માટે પરમ પ્રયત્ન કરવા પ્રત્યેક બુદ્ધિમાન મનુષ્યનું પરમ કર્તવ્ય છે. સમાધિદશા યાગ-વિધાની અંતિમ સીડી છે. એ અવસ્થામાં જ નિરપેક્ષ સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભૂત ભવિષ્યનુ જ્ઞાન શાસ્ત્રોનુ` રહસ્ય અને કુદરતના ગુપ્ત નિયમેાના અનુભવ સમાધિ દશામાં જ થાય છે. અદ્ભુત ચમત્કાર અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થવી તે સમાધિ અવસ્થાના ફળ જ છે અને એ જ અવસ્થામાં એને અવિનાશી આત્મતત્ત્વના એધ થાય છે. એના સંબંધમાં મહર્ષિ યાજ્ઞવલ્કયે કહ્યું છે કે—૩ ગાગી ! જે એ અવિનાશી તત્ત્વને જાણ્યા વિના–સમજ્યા વિના આ લેાકમાંથી ચાલ્યા જાય છે, તેના જન્મ નિષ્ફળ થાય છે. અને જે એ અમર આત્મતત્ત્વને જાણી લે છે, ઓળખી લે છે તે ત્યારખાદ આ લેાકમાંથી જાય છે તેના જન્મ સફલ થાય છે.