________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
ખાસ કરીને ઍથેન્સ થ્રીસના આ કીર્તિયુગમાં મશહૂર થયું. એક મહાન રાજપુરુષ તેના આગેવાન હતા. તેનું નામ પેરિક્સિસ. ત્રીસ વરસ સુધી ઍથેન્સમાં તેની હકૂમત રહી. એ સમયે ઍથેન્સ એક ઉમદા શહેર બન્યું હતું. સુંદર સુંદર ઇમારતોથી તે ભરપૂર હતું અને મહાન કળાકારો અને તત્ત્વચિંતકે ત્યાં વસતા હતા. આજે પણ તે પેરિલિસનું અથેન્સ કહેવાય છે અને તે સમયને આપણે · પેરિક્લિસના યુગ ' કહીએ છીએ.
ઇ
જ
"
આપણા મિત્ર ઇતિહાસકાર હિરોડેટસ ઍથેન્સમાં લગભગ એ અરસામાં જ થઈ ગયો. ઍથેન્સની એ ઉન્નતિ વિષે તેણે વિચાર કર્યાં હતા. અને કાઈ પણ વસ્તુમાંથી બોધ તારવવાના તે શોખીન હોવાથી તેણે એમાંથી પણ ખાધ તારવ્યેા છે. પોતાના ઇતિહાસમાં તે કહે છે: “ ઍન્થેન્સની તાકાત વધી; અને તે એ વાતનું પ્રમાણ છે • અને એની સાબિતો ગમે ત્યાંથી મળી શકે એમ છે - કે સ્વતંત્રતા ઇ વસ્તુ છે. જ્યાં સુધી ઍચેન્સવાસીઓ ઉપર આપખુદ રાસન ચાલતું હતું ત્યાં સુધી તેઓ તેમના પાડોશીઓ કરતાં યુદ્ધમાં જરાયે ચડિયાતા નહેતા; પણ જ્યારથી તે પેાતાના આપખુદ શાસકાથી મુક્ત થયા ત્યારથી તેઓ તેમના પાડોશીઓથી ઘણા આગળ વધી ગયા. આ વસ્તુ બતાવે છે કે પરાધીન દશામાં તે સ્વેચ્છાથી શ્રમ કરતા નહેાતા, પણ તેમના માલિકાની વેઠ કરતા હતા. પરંતુ જ્યારે તેઓ સ્વતંત્ર થયા ત્યારે તેમનામાંના દરેક જણ સ્વેચ્છાથી અને નિષ્ઠાપૂર્વક ભારે જહેમત ઉઠાવવા લાગ્યા.”
આ પત્રમાં તે જમાનાના કેટલાક મહાપુરુષોનાં નામ મેં આપ્યાં છે. પરંતુ જે માત્ર તે જમાનાના જ નહિ પણ હરકાઈ જમાનાનો મહાપુરુષ છે તેના નામનેા ઉલ્લેખ મે હજી નથી કર્યાં. તેનું નામ સોક્રેટીસ છે. તે ફિલસૂફ હતા અને નિરંતર સત્યની જ ખેાજ કર્યાં કરતા. તેને મન સાચું જ્ઞાન એ જ એક પ્રાપ્ત કરવા જેવી વસ્તુ હતી. આથી તે હમેશાં પોતાના મિત્રો અને ઓળખીતા સાથે કનિ સમસ્યાઓની ચર્ચા કર્યાં કરતા કે જેથી કરીને તેમાંથી કઈક સત્ય લાધી જાય. તેના ઘણાયે શિષ્યો અથવા ચેલા હતા. પ્લેટે તે સામાં શ્રેષ્ઠ હતો. પ્લેટાએ ઘણાં પુસ્તકો લખ્યાં છે અને તેમાંનાં ઘણાં આજે આપણી પાસે છે. આ પુસ્તકામાંથી જ તેના ગુરુ સાક્રેટીસ વિષે આપણને ઘણુંખરું જાણવાનું મળે છે. દેખીતી રીતે જ, હમેશાં સાચી વસ્તુ શેાધવાને મથતા લાકા સરકારને પસંદ નથી હાતા; લાક! ઊંડા