________________
ચોધન ગ્રોસ
હતા. પરંતુ એ સિવાય ખીજા વિખ્યાત મૂર્તિકારી પણ તે સમયે હતા. તેમનાં સુખપર્યવસાયી અને દુઃખપવસાયી નાટકા આજે પણ એ પ્રકારની સાહિત્યકૃતિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. આજે તે તારે માટે સોફેક્સિસ અને એસીલસ, યુરિપીડસ અને એરિસ્ટોફેનસ, પિંડાર અને મિનેન્ડર તથા સૈફે અને એવાં ખીજા ખાલી નામા જ છે. પરંતુ હું આશા રાખું છું કે, માટી થશે ત્યારે તું તેમની કૃતિ વાંચશે અને ગ્રીસની મહત્તાના કઈક અનુભવ કરશે. કાઈ પણ દેશના તિહાસ આપણે કેવી રીતે વાંચવા જોઈ એ તે વિષે ગ્રીસના એ યુગના ઇતિહાસ આપણે માટે ધરૂપ છે. જો આપણે માત્ર ગ્રીસનાં રાજ્યાની માંહેામાંહેની ક્ષુલ્લક લડાઈ એ અને ત્યાંની પ્રચલિત ખીજી નજીવી બાબતે ઉપર જ ધ્યાન આપ્યું હોત તો ગ્રીક લોા વિષે આપણને શું જાણવાનું મળત ? જો આપણે તેમને બરાબર સમજવા માગતાં હોઈ એ તે આપણે તેમના વિચારપ્રદેશમાં પ્રવેશ કરવા જોઈએ અને તેમની ભાવના અને કાર્યાં સમજવાં જોઈ એ. કાઈ પણ પ્રજાના આંતરિક જીવનનેા ઇતિહાસ જ ખાસ મહત્ત્વના છે. એને લીધે જ આધુનિક યુરોપ અનેક બાબતોમાં પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનું ફરજંદ બન્યું છે.
GE
પ્રજાના જીવનમાં આવા પ્રતિભાના યુગા આવે છે અને જાય છે એ હકીકત વિચિત્ર અને તાજુબ કરનારી છે. થાડા વખત માટે તે તે દરેક વસ્તુને ઉજજ્વળ કરી મૂકે છે તથા તે યુગ અને દેશનાં સ્ત્રીપુરુષોને સાંધ્ય પૂર્ણ કૃતિઓનાં સર્જક બનાવી દે છે. આખી પ્રજા જ જાણે પ્રેરણા પામી હોય એવી બની જાય છે. આપણા દેશમાં પણ આવા યુગા આવી ગયા છે. જ્યારે વેદ, ઉપનિષદ અને એવા ખીજા ગ્રંથા લખાયા તે આપણી જાણમાં એવા સાથી પ્રાચીન યુગ છે. કમનસીબે એ પ્રાચીન સમયની આપણી પાસે કશીયે લેખિત નોંધ નથી. બનવાજોગ છે કે તે યુગના કેટલાયે સુંદર અને મહત્ત્વના ગ્રંથા નાશ પામ્યા હશે અને કેટલાક હજી શોધાવા બાકી હશે. પરંતુ પ્રાચીન કાળના હિંદવાસીનાં મન કેવાં ઉન્નત હશે અને તેમના વિચારો કેવા ઉદાત્ત હશે એ દર્શાવવા પૂરતાં સાધના તો આપણી પાસે મોજૂદ છે. એ સમય પછીના હિંદના ઇતિહાસમાં પણ આવા ઉજ્વળ યુગા આવી ગયા છે અને અનેક યુગેાના આપણા પરિભ્રમણ દરમ્યાન ઘણું કરીને આપણે તેમને પણ પરિચય કરીશું.