________________
ઈશું પહેલાંની છઠ્ઠી સદીના ધમસંપ્રદાય - મને પિતાને તે પરલકની વાતમાં જરાયે રસ નથી. આ દુનિયામાં મારે શું કરવું જોઈએ એના વિચારોથી જ મારું મન ભરપૂર રહે છે, અને એ માર્ગ સ્પષ્ટ દેખાય એટલાથી જ મને સંતોષ છે. આ દુનિયામાં મારું કર્તવ્ય મને સ્પષ્ટપણે દેખાય તે પછી પરલેક વિષે મને બિલકુલ ચિંતા નથી.
તું મટી થશે તેમ તેમ અનેક પ્રકારના લેકના સંપર્કમાં આવશે. તેને ધાર્મિક લેકો મળશે તેમ જ ધર્મના વિરોધી લોકે પણ મળશે. અને એ બન્ને વાતથી ઉદાસીન હોય એવા લોકો પણ તને મળશે. આ દુનિયામાં અતિશય ધનવાન અને સત્તાધારી ધર્મમ અને ધર્મસંઘે છે. તેઓ તેમનાં એ ધન તેમ જ સત્તાને કેટલીક વાર સદુપયોગ કરે છે અને કેટલીક વાર દુરુપયોગ પણ કરે છે. દુનિયામાં તને કેટલાક ઉદારચરિત અને ચારિત્ર્યવાન ધાર્મિક માણો મળશે અને કેટલાક ધર્મને બહાને બીજાઓને લૂંટનારા અને છેતરનારા ધૂર્ત અને હરામખોર માણસે પણ મળશે. આ બધાનો વિચાર કરીને તારે પિતે એ વિષે નિર્ણય કરવાનો રહેશે. માણસ બીજાઓ પાસેથી ઘણું શીખી શકે છે એ ખરું, પરંતુ ઘણી મહત્વની બાબત એવી હોય છે કે જે જાતે જ કરીને અને અનુભવ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેને દરેક સ્ત્રી અને પુરુષે જાતે જ જવાબ મેળવે રહ્યો. છે પરંતુ નિર્ણય કરવાની બાબતમાં તારે ઉતાવળ ન કરવી જોઈએ. તું કોઈ પણ મહત્ત્વની બાબત ઉપર નિર્ણય કરી શકે એ માટે પ્રથમ તારે એ વિષે તાલીમ લેવી જોઈએ. માણસ સ્વતંત્રપણે વિચાર કરે અને પિતાને માટે નિર્ણય બાંધે એ યોગ્ય છે. પરંતુ નિર્ણય કરવાની તેનામાં લાયકાત હોવી જોઈએ. તરતના જન્મેલા બાળકને તે તું કાઈ પણ બાબતને નિર્ણય કરવાનું ન જ કહે! અને એવા ઘણાયે માણસે છે કે જેઓ ઉંમરે પહોંચેલા હોવા છતાં માનસિક વિકાસની દૃષ્ટિએ લગભગ તરતના જન્મેલા બાળક જેવા જ હોય છે.
રોજના કરતાં મેં આ પત્ર વધારે લાંબે લખ્યો અને કદાચ એ તને કંટાળો આપશે. પરંતુ આ વિષય ઉપર મારે તને કંઈક કહેવું જ હતું. આજે તને એમાં કશી સમજણ ન પડે તે હરકત નહિ. થોડા જ સમય પછી તને એમાં સમજ પડવા માંડશે.