________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન લક્ષ્મ શું હોય છે? આપણને આપણા પિતાના જ હિતની પડી છે કે સાર્વજનિક હિતની – સમાજના હિતની; આપણે દેશના હિતની અથવા સમગ્ર મનુષ્યજાતિના હિતની? એ સાર્વજનિક હિતમાં આપણે પણ સમાવેશ થાય જ છે. મને યાદ છે કે થોડા દિવસ ઉપર મારા એક પત્રમાં એક સંસ્કૃત શ્લેકને મેં ઉલ્લેખ કર્યો હતો. તેને ભાવાર્થ એ છે કે કુટુંબને ખાતર વ્યક્તિને, કુળને ખાતર કુટુંબને અને દેશને ખાતર કુળને ત્યાગ કરવો જોઈએ. આજે હું તને એક બીજા સંસ્કૃત કને ભાવાર્થ આપું છું. એ ભાગવતને લેક છે. न कामयेऽहं गतिमीश्वरात् पराम् अष्टर्द्धियुक्तामपुनर्भवं वा । आति प्रपद्येऽखिलदेहभाजाम् अन्तस्थितो यन भवन्त्यदुःखाः ॥
માનવત –૨૧-૨ તેનો અર્થ આ છે: “અષ્ટસિદ્ધિ સમેત સ્વર્ગની મને કામના નથી, કે જન્મમરણમાંથી છુટકારો મેળવી મોક્ષ પ્રાપ્ત કરવાની પણ મને ઇચ્છા નથી. મારી તે એ ઈચ્છા છે કે દીનદુ:ખીઓમાં પ્રવેશ કરીને તેમનાં દુ:ખ મારા ઉપર ઓઢી લઉં અને તેમને દુઃખમુક્ત કરું.”
એક ધાર્મિક માણસ એક વાત કરે છે અને બીજે બીજી વાત કરે છે. અને ઘણી વાર તેઓ બધા એકબીજાને ધૂર્ત અથવા મૂર્ખ ગણે છે. એમાં સાચું કોણ? તેઓ જે બાબતની વાત કરે છે તે નથી જોઈ શકાતી કે નથી પુરવાર કરી શકાતી. એટલે એને નિર્ણય કરે મુશ્કેલ છે. પરંતુ આવી બાબતે વિષે અતિશય નિશ્ચયપૂર્વક વાત કરવી અને એને કારણે એકબીજાનાં માથાં ભાંગવાં એ તે બેઉ પક્ષને માટે ભારે ધૃષ્ટતાભર્યું કહેવાય. આપણામાંના ઘણું સંકુચિત મનના હોય છે અને બહુ શાણું નથી હોતા. તે પછી, આપણે જ પૂરેપૂરું સત્ય પામ્યા છીએ એમ માની લઈને તે આપણા પાડોશીને ગળે બળજબરીથી ઉતારવાની ધૃષ્ટતા આપણે કેમ કરીએ ? આપણે સાચા હોઈએ એ બનવાજોગ છે. આપણે પાડોશી સાચે હોય એમ પણ બનવાજોગ છે. જે તું કઈ ઝાડ ઉપર ફૂલ જુએ તે તેને જ ઝાડ નથી કહેતી. વળી બીજો કોઈ માણસ માત્ર તેનું પાંદડું જુએ અને - ત્રીજો માત્ર તેનું થડ જ જુએ છે તે દરેકે ઝાડને એક ભાગ જ જે
છે એમ કહેવાય. આમ છતાંયે તે પ્રત્યેક જણ કહે કે, માત્ર ફૂલ, પાંડું કે થડ એ જ ઝાડ છે અને તે માટે મારામારી કરે છે તે કેવું મૂખભર્યું કહેવાય !