________________
ભૂતકાળને સાદ તે તને કહેશે. બનારસ પુરાણું અને પવિત્ર, જર્જરિત, ગંદું અને દુર્ગધવાળું, છતાયે અતિશય પ્રાણવાન તથા યુગયુગની શક્તિથી ભરપૂર છે. કાશી અતિશય મેહક અને અદ્ભુત છે, કેમકે એની આંખોમાં આપણને હિંદનો ઈતિહાસ દૃષ્ટિગોચર થાય છે અને તેના જલપ્રવાહના ઘેરા નાદમાં આપણને વીતી ગયેલા યુગોને સાદ સંભળાય છે.
અથવા એથીયે નજીક આપણું શહેર અલ્લાહાબાદ કે પ્રયાગ પાસે આવેલે અશકને પ્રાચીન સ્તંભ જેવા જજે. અશેકની આજ્ઞાથી એના ઉપર કેતરવામાં આવેલ લેખ નું જજે એટલે બે હજાર વરસે વટાવીને આવતે તેને અવાજ તને તેમાં સંભળાશે.