________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન છે. હિંદુસ્તાનમાં ભૂતકાળના સમયના પુષ્કળ અવશેષો મળી આવે છે પણ ઘણું પ્રાચીન કાળના અવશેષે બહુ ઓછા પ્રમાણમાં મળે છે. આજ સુધીમાં ઘણું કરીને મેહન-જો-દડો અને હડપ્પા એ બે જ સ્થળે પ્રાચીન કાળના અવશેષો મળી આવ્યા છે. સંભવ છે કે પ્રાચીન કાળની ઘણખરી ઈમારતે ગરમ આબોહવામાં ભાંગીને ભૂકો થઈ ગઈ હશે. પણ એથીયે વધારે સંભવિત તે એ છે કે કેટલીયે ઇમારતે હજી જમીન નીચે દટાઈને પડી હશે અને કોઈ તેને ખોદી કાઢે એની રાહ જોતી હશે. જેમ જેમ આપણે એ ખેદીને કાઢતા જઈશું અને પ્રાચીન અવશેષો અને લેખ શોધી કાઢીશું તેમ તેમ આપણું દેશના પ્રાચીન ઇતિહાસનાં પાનાં આપણી સામે ખૂલતાં જશે અને એ અતિશય પ્રાચીન કાળમાં આપણા પૂર્વજોએ શાં શાં કાર્યો કર્યા તે વિષે આ પથ્થર, ઈટ અને ચૂનાનાં પાનાંઓમાંથી આપણે વાંચીશું.
તું દિલ્હી ગઈ છે અને આજના શહેરની આસપાસનાં કેટલાંક ખંડેર અને જૂની ઈમારત તેં જોઈ છે. ફરીથી એ જેવાને તેને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે ભૂતકાળને વિચાર કરજેએટલે એ ખંડેરો તને ભૂતકાળમાં લઈ જશે અને કોઈ પણ પુસ્તક કરતાં વધારે ઈતિહાસ શીખવશે. છેક મહાભારતના સમયથી દિલ્હી અથવા એની આસપાસ લેકે રહેતા આવ્યા છે અને તેમણે એ શહેરને ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર, તુઘલકાબાદ, શાહજહાંનાબાદ ઈત્યાદિ અનેક નામે આપ્યાં છે. મને તે એ બધાં નામની ખબર પણ નથી. પ્રાચીન સમયથી એવી માન્યતા ચાલી આવી છે કે દિલ્હી શહેર જુદે જુદે વખતે સાત જુદી જુદી જગ્યાએ વસ્યું હતું. જમના નદીના પ્રવાહની અસ્થિરતાને કારણે એ જગ્યા વારંવાર બદલાતી રહી છે. અને આ દેશના વર્તમાન રાજકર્તાઓના હુકમથી આજે આપણે ત્યાં આગળ રાયસીના અથવા ન્યૂ દિલ્હી નામનું આઠમું શહેર ઊભું થયેલું જોઈએ છીએ. દિલ્હીમાં એક પછી એક એમ અનેક સામ્રાજ્ય ફાલ્યાંકૂલ્યાં અને અંતે નાશ પામ્યાં.
સાથી પ્રાચીન શહેર બનારસ અથવા કાશી તું જજે અને તેને નાદ સાંભળજે. તે તને અતિશય પ્રાચીન કાળની વાત કહેશે અને જણાવશે કે અનેક સામ્રાજ્ય ભાંગીને ભૂક થઈ ગયાં પણ પિતે હજી ટકી રહ્યું છે. વળી ગૌતમબુદ્ધ તેને ત્યાં ન પેગામ લઈને આવ્યા હતા તેની તથા અનેક યુગયુગાંતરોથી લાખો સ્ત્રી-પુરુષ શાંતિ અને આશ્વાસનની શોધમાં ત્યાં આગળ આવતાં રહ્યાં છે તેમની વાત પણ