________________
૧૩૦
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
રચવાને વિયેનામાં યુરેપના રાજ્યોની માટી પરિષદ મળી. નેપોલિયનને ભૂમધ્ય સમુદ્રમાં આવેલા એલ્બા નામના એક નાનકડા ટાપુમાં મોકલી દેવામાં આવ્યા હતા. યુઅે વશના ખીજા એક નખીરાને — ગિલેટીન ઉપર ચડાવવામાં આવેલા રાજાના ભાઈ ખીજા એક લૂઈ નામધારીને તેના એકાંતવાસમાંથી આણીને ૧૮મા લૂઈના નામથી ફ્રાંસની ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. આ રીતે ક્રાંસની ગાદી ઉપર મુÑ વંશને ક્રીથી સ્થાપિત કરવામાં આવ્યો અને તેની સાથે પહેલાંની જુલમી નીતિ ક્રીથી સજીવન કરવામાં આવી. આમ, બાસ્તિયના પતન પછીનાં વીરત્વભર્યાં કાર્યાંનું આખરે આવું પરિણામ આવ્યું ! વિયેનામાં રાજા તેમ જ તેમના પ્રધાનેા આપસમાં વાદિવવાદ અને તકરાર કરવા લાગ્યા અને વચગાળાના સમયમાં મેાજમઝા ઉડાવવા લાગ્યા. તે અત્યંત નિરાંત અનુભવવા લાગ્યા. ભીષણ ડર દૂર થયો હતો અને હવે તેમને શ્વાસ હેઠે પડ્યો હતા. નેપાલિયનના વિશ્વાસઘાત કરનાર દેશદ્રોહી તાલેરાં રાજાએ તેમ જ તેમના પ્રધાનના ટોળામાં પ્રીતિપાત્ર થઈ પડ્યો અને પરિષદમાં તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. આસ્ટ્રિયાનો વિદેશમંત્રી મેટનિ` ખ એ સમયને ખીજો નામીચે મુત્સદ્દી હતા.
એક વરસ કરતાં ઓછા સમયમાં નેપોલિયન એલ્બથી અને ફ્રાંસના લોકો મુબ્ત રાજકર્તાઓથી ધરાઈ ગયા. એથ્ના ટાપુમાંથી એક નાનકડી હોડીમાં નેપોલિયન છટકી ગયા અને રીવિયેરા પરગણાના કૅનિસ બંદરે તે ૧૮૧૫ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે એકલદોકલ ઊતર્યાં. ખેડૂતોએ તેને ઉત્સાહપૂર્વક વધાવી લીધો. તેની સામે મેાકલવામાં આવેલા સૈન્યે પોતાના ‘નાના કોર્પોરલને ' જોયા ત્યારે ‘ સમ્રાટ ઘણું જીવા ' એવા પોકારો કર્યાં અને તે તેની સાથે મળી ગયું અને આમ વિજયકૂચ કરતો તે પૅરિસ પહેાંચ્યા. અા રાજા નાસી છૂટયો. પરંતુ યુરોપનાં બધાંયે પાટનગરોમાં ભય અને તરખાટ ફેલાઈ ગયો. વિયેનામાં
જ્યાં આગળ હજી રાજાઓની પરિષદ ચાલતી હતી — નાચરંગ અને મિજબાનીએ એકાએક બંધ થઈ ગયાં તથા સામાન્ય ભયની સામે રાજાએ અને તેમના પ્રધાને અંદરઅંદરની તકરારે ભૂલી ગયા અને નેપોલિયનને ફરીથી હરાવવાના કાર્ય માં તેમણે પોતાનું બધું લક્ષ કેન્દ્રિત કર્યું. એટલે આખું યુરોપ તેની સામે ધસી આવ્યું અને ફ્રાંસ હવે લડાઈથી થાકી ગયું હતું. નેપોલિયન પણ હજી તેની ઉંમર માત્ર ૪} વરસની હોવા છતાં શ્રમિત અને વૃદ્ધ થઈ ગયા હતા. તેની પત્ની