________________
નેપેાલિયન વિષે વિશેષ
સમજાવે છે. રશિયન લોકા પોતાના વહાલા શહેર માસ્કાને દુશ્મનાનું નિક ંદન કાઢવાને ખાતર સળગાવી મૂકે છે. માસ્કા બાળી મૂકવાની વાત સેટ પીટર્સબ પહેાંચે છે ત્યારે સ્ટાઈન પોતાના મેજ આગળ ખેડાં એડાં એ બનાવને ઉદ્દેશીને પોતાના હાથમાંને પ્યાલે ઊંચા કરીને ખેલી ઊઠે છે : ‘ આ પહેલાં ત્રણ ચાર વાર મે મારા સરજામ ગુમાવ્યા છે. આવી વસ્તુઓ ગુમાવવાને આપણે ટેવાઈ જવું જોઈ એ. આપણે મરવાનું જ છે તો પછી આપણે શૂરા બનવું જોઈ એ !'
શિયાળા શરૂ થાય છે. બળતું માસ્કા છેડીને નેપોલિયન ફ્રાંસ પાછા ફરવાના નિર્ણય કરે છે. નેપોલિયનનું પ્રચંડ સૈન્ય પડતું આખડતું અને લથિયાં ખાતું બરફ ઉપર થઈ તે ધીમે ધીમે પાછું ફરે છે. રશિયાનું કૉંગ્રેંક સૈન્ય ચારે બાજુએથી તેની પૂંઠે પકડે છે, તેના ઉપર હુમલા કરી કરીને નિરંતર તેને સતાવતું રહે છે, તથા વિખૂટા પડી ગયેલા સૈનિકાની કતલ કરે છે. કકડતી ઠંડી અને આ કૅઍક સૈન્ય એ બંને મળીને નેપોલિયનના હજારો સૈનિકાને ભાગ લે છે અને તેની પ્રચંડ સેના ભૂતાવળ સમી બની રહે છે. થાકી ગયેલી અને ચીથરેહાલ આખી પાયદળ સેના પડતી આખડતી જેમ તેમ આગળ વધે છે. તેના પગ હિમથી ઠરીને સૂજી જાય છે. નેપોલિયન પણ પોતાના સૈનિકાની સાથે પગે ચાલીને કૂચ કરે છે. એ અત્યંત ભીષણ અને હૃદયવિદારક કૂચ હતી અને એ પ્રચંડ સેના દિનપ્રતિદિન ક્ષીણ થતી થતી લગભગ અદૃશ્ય થઈ જાય છે. માત્ર મૂડીભર સૈનિકા જ સ્વદેશ પાછા ફરે છે.
એણે ક્રાંસનું નેપોલિયનને માટે કંટાળા
આ રશિયાની લડાઈ ભારે ટકા સમાન નીવડી. મનુષ્યબળ ખુટાડી નાખ્યું. વળી વિશેષે કરીને એણે વૃદ્ધ અને ચિંતાતુર બનાવ્યે તથા તેનામાં લડાઈ તે પેદા કર્યાં. પરંતુ હવે તેને આરામ કે શાંતિ મળી શકે એમ નહોતું. ચેતરથી તે દુશ્મનોથી ઘેરાયેલા હતા અને જો કે હુયે તે વિજયા મેળવનાર તેજસ્વી સેનાપતિ રહ્યો હતા પરંતુ તેની આસપાસની દુશ્મનેાની જાળના કાંસા દિનપ્રતિદિન વધારે ને વધારે તગ બનતા ગયા. તાલેરાંના કાવાદાવા વધી ગયા અને નેપોલિયનના વિશ્વાસુ સેનાપતિઓ પણ તેના વિરોધી બની ગયા. થાક્યાપાકયા અને કંટાળી ગયેલા નેપોલિયને ૧૮૧૪ના એપ્રિલ માસમાં ગાદીત્યાગ કર્યાં. હવે નેપોલિયનને કાંટા મા માંથી દૂર થવાથી યુરોપના નકશે ક્રીથી