________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન રાષ્ટ્ર-સભાએ બીજા પણ અનેક ઉપયોગી સુધારાઓ ક્ય. ચર્ચની અઢળક મિલક્ત રાજ્ય જપ્ત કરી. ક્રાંસને ૮૦ વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું અને મને લાગે છે કે એ વખતે પાડેલા વિભાગો હજી કાયમ છે. પહેલાંની ક્યૂડલ અદાલતની જગ્યાએ વધારે સારી અદાલતે સ્થાપવામાં આવી. આ બધી વસ્તુઓ લાભકર્તા હતી પરંતુ તે જોઈએ તેટલા પ્રમાણમાં ફાયદાકારક ન નીવડી. જમીન માટે તલસતા ખેતવર્ગને તથા રાકને માટે તલસતા શહેરમાં વસતા સામાન્ય લેકેને એથી ઝાઝો ફાયદો ન થયું. ક્રાંતિના વિકાસ અટકી ગયે હોય એમ લાગતું હતું. હું તને આગળ ઉપર કહી ગયું છું કે, આમ જનતા, ખેડૂતવર્ગ તથા શહેરોમાંના સામાન્ય લેકેનું રાષ્ટ્રસભામાં બિલકુલ પ્રતિનિધિત્વ નહોતું. રાષ્ટ્રસભા ઉપર મિરાબેના નેતૃત્વ નીચેના મધ્યમ વર્ગને કાબૂ હતું, અને પિતાને હેતુ સિદ્ધ થઈ ગયે છે એમ તેમને લાગ્યું કે તરત જ ક્રાંતિને રોકવાને દરેક પ્રયત્ન તેણે ર્યો. તેઓ રાજાની સાથે સમજૂતી કરવાની હદ સુધી ગયા તથા પ્રાંતમાં ખેડૂતે ઉપર તેમણે ગોળીબાર કરવા માંડ્યો. તેમને આગેવાન મિરાબ રાજાને ખરેખાત ગુપ્ત સલાહકાર બની ગયે. અને બાયિ ઉપર હલ્લે કરીને તેને કબજે લેનાર અને એ દ્વારા પિતાનાં બંધને ફગાવી દીધાં છે એવી માન્યતા સેવતી આમજનતા તે આ બધું જોઈને આથી જ બની ગઈ. તેની આઝાદી તે હજી પહેલાંના જેટલી જ દર ભાસતી હતી અને આ નવી રાષ્ટ્ર-સભા પણ લગભગ પહેલાંના શાસકવર્ગની જેમ જ તેને તેની પુરાણી દલિત સ્થિતિમાં રાખી રહી હતી.
રાષ્ટ્ર-સભાથી હતાશ થઈને ક્રાંતિના હૃદયસમી પરીસની જનતાએ પિતાની ક્રાંતિકારી શક્તિના ઉપયોગ માટે બીજું એક સાધન છે કાઢયું. આ સાધન તે પરીસ કોમ્યુની” અથવા મ્યુનિસિપાલિટી. કેવળ આ કોમ્યુન જ નહિ પણ તેમાં પોતાના પ્રતિનિધિઓ મેકલનાર પરીસ શહેરના દરેક વિભાગની પિતપોતાની જીવંત સંસ્થા હતી અને આમજનતા સાથે તે નિકટના સંપર્કમાં હતી. આ કૉમૂન અને ખાસ કરીને તેના પેટા વિભાગો ક્રાંતિના અગ્રેસર તથા વિનીત અને મધ્યમ વર્ગના પ્રતિનિધિઓની બનેલી રાષ્ટ્ર-સભાના હરીફ બન્યા.
દરમ્યાન બાસ્તિયના પતનને દિન આવ્યા અને ૧૪મી જુલાઈ એ પેરીસના લેકાએ ભારે ઉત્સવ કર્યો. એને “સમગ્ર જનતાને ઉત્સવ” એ